પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 


નાટકને પ્રેક્ષક વિના પણ ચાલે નહીં, પ્રેક્ષક નહીં તો નાટક નહીં, ભજવાય નહીં તો નાટક નહીં નાટકની પહેલી શરત જ આ.'૬૬ નાટકને નાટક થવા માટે પ્રેક્ષક અને પ્રસ્તુતિ બંનેની આવશ્યકતા છે. નાટક ભજવણી માટે જ લખાય છે. 'નાટકમાં 'સાહિત્યિક' નાટક જેવો કોઈ અલાયદો વર્ગ હોઈ શકે નહીં.' ૬૭ નાટક દૃશ્યતત્ત્વયુક્ત હોવું જોઈએ પણ ભાષાતત્ત્વના ભોગે દૃશ્યતત્ત્વની સિદ્ધિ બરાબર નથી એમ તેઓ માને છે. 'અભિનય' નાટકનું મહત્ત્વનું અંગ છે. વાચિક અભિનયમાં શબ્દના શ્રુતિરૂપને એકાંકીકાર ખપમાં લે છે. રંગભૂમિની ભાષા – નાટકની ભાષા એ વિવાદાસ્પદ મુદ્દો તેમણે છેડ્યો છે. રંગભૂમિ કે થિયેટરની પોતાની ભાષા વિકસાવવાના પ્રયત્નો વિશ્વમાં ચાલ્યા જ કરે છે. બોલાતી કે પ્રયોજાતી ભાષા કરતાં આ ભાષા અલગ છે. 'નાટકમાં ભાષા' એ લેખમાં નાટકની ભાષા વિશે પાશ્ચાત્ય વિદ્વાનોના મત સાથે સાંકળીને નાટકમાં ભાષાનું મહત્ત્વ શું ને કેટલું છે તેની ચર્ચા કરી છે. તેમણે કહ્યું છે કે ભાષાનું સ્થાન એક રીતે ગૌણ છે. અભિનય એનું પ્રથમ માધ્યમ છે. નાટકમાં Speakingનો નહિ doingનો મહિમા છે. નાટકમાં ભાષાનો ઉપયોગ અભિનયક્ષમતાનો વિકાસ કરવામાં કરવાનો હોય છે.૬૮

'પ્રતિમુખ'માં ૨૬ વિવેચન લેખોમાં નાટકની કૃતિનિષ્ઠ અને પ્રયોગનિષ્ઠ સમીક્ષા કરી છે. આ છવ્વીસ લેખોમાં માત્ર પ્રત કે આલેખની જ સમીક્ષા નથી. નાટકની ભાષા કે અભિવ્યક્તિ રીતિની ચર્ચા પણ તેમણે કરી છે. નાટકના સ્વરૂપ વિશે તેમનો અભિગમ વિશિષ્ટ છે. નિવેદનમાં નોંધે છે: 'નાટક હજી પણ એક સબળ સમૂહ માધ્યમ છે અને એનો જીવંત પ્રભાવ પ્રેક્ષકચેતના પર પડતો હોય છે. કલાત્મકતા સાથે અને પ્રતિબદ્ધતા સાથે એનો વિધાયક ઉપયોગ થાય તો એ આજે પણ એવું સામર્થ્ય પુરવાર કરી શકે એમ છે. નાટકના સ્વરૂપમાં તેની ક્ષમતામાં આસ્થા તો છે ને છતાં નાટકને પોતાની અસીમ શક્યતાઓથી વ્યક્ત થવાની તક મળી નથી. સતીશ વ્યાસ પણ આરંભમાં જ નાટકની યોગ્ય રીતે માંડણી નહીં થઈ હોવાને કારણે આપણે ત્યાં સફળતાથી સિદ્ધ નથી થયું તેનો સંકેત આપે છે. પ્રતિમુખમાં 'એ ડોલ્સ હાઉસ', 'શર્વિલક', 'રાઈનો પર્વત', 'ધૃતરાષ્ટ્ર', ‘અમર અમર મર', 'કેમ મકનજી ક્યાં ચાલ્યા ?', 'મોજીલા મણિલાલ', 'પ્રપંચ', 'પડઘો', 'વેઇટિંગ ફોર ગોદો', 'નાગમંડળ', 'કાલો', 'જોસેફ કે નો મુકદ્દમો', 'આખું આયખું ફરીથી', 'મહામાનવ', 'બા રિટાયર્ડ થાય છે', 'હોહોલિકા', 'રાજા મિડાસ', 'સાત સમુદ્રો', 'ચૌરાહા'... કુલ વીસ નાટકો વિશે કૃતિલક્ષી સમીક્ષા મળે છે. આમાંનાં ઘણાં નાટકોની ભજવણીની સમીક્ષા પણ સતીશ વ્યાસે કરી છે.

પહેલા લેખમાં 'નાટકની ભાષા'નો વિવાદાસ્પદ મુદ્દો તેમણે છેડ્યો છે. 'ભાષા' એ નાટકમાં બીજાં માધ્યમોની સાથે - એક માધ્યમ તરીકે આવે છે. રંગભૂમિની