લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 


આ નાટકની પ્રસ્તુતિ વિશે સમીક્ષકે અભિનય, સંનિવેશ, દિગ્દર્શન આદિ વિશે ચર્ચા કરી છે. મૂકેશ પીટરના પ્રકાશઆયોજનની પ્રભાવક અસર, સ્વચ્છ દિગ્દર્શન, એ અભિનયમાં વિવિધ પ્રયુક્તિનો વિનિયોગ આદિ બાબતોને લક્ષમાં લઈને સમીક્ષકે અંતે જે મત વ્યક્ત કર્યો છે તેમાં નાટકની સારી બાજુઓની સાથે સાથે જ તેનું સમગ્ર દર્શન થોડું જુદું જણાય છે. 'રિહર્સલ્સની અને ઇમ્પ્રોવાઈઝેશનની પ્રયુક્તિ વધારે વપરાયેલી લાગે છે. અને તેથી નાટક ગતિશીલ ન લાગતાં સ્થિતિની આસપાસ ઘૂમતું લાગે છે.૮૩

'મહામાનવ', 'બા રિટાયર થાય છે', 'હોહોલિકા', 'રાજા મિડાસ', 'સાત હજાર સમુદ્રો', શેક્સપિયર જન્મજયંતીમાં ભજવાયેલાં નાટકો વિશેની ભજવણીની સમીક્ષા તેમણે કરી છે. કાન્તિ મડિયાની મુલાકાતમાંથી નાટકની ભજવણીના પ્રશ્નોની ચર્ચા થઈ છે. 'ચૌરાહે ઊભેલું નાટક' એ લેખમાં પણ નાટ્યકાર વિનાયક પુરોહિતના પૂર્વગ્રહયુક્ત કથનને સતીશ વ્યાસે યોગ્ય જવાબ વાળ્યો છે.

સતીશ વ્યાસ પ્રત્યક્ષ, સૈદ્ધાંતિક અને રજૂઆતલક્ષી સમીક્ષાઓ કરે છે. 'નાટક' અને 'નાટ્ય' બંને તેમની સમીક્ષાના કેન્દ્રમાં છે. પ્રત્યક્ષ વિવેચનામાં તેમણે નાટકને પરંપરાગત સમીક્ષાથી નથી તપાસ્યું. નવાં મૂલ્યો અને પ્રસ્તુતિના પ્રશ્નોને ધ્યાન સામે રાખી દરેક નાટકને તેમણે તપાસ્યું – આસ્વાદ્યું છે. નાટકની ભાષા - રંગભૂમિની વાણી આદિને વિશે તેમણે સમ્યક્ ચર્ચા કરી છે. ભજવાતાં નાટકો વિશેની તેમની સમીક્ષામાં સેટ, પ્રકાશયોજના, સંગીતયોજના, નેપથ્ય, વિધાન, અભિનય અને દિગ્દર્શન આદિ સહુ બાબતો વિશે તેમણે સમીક્ષા કરી છે. નાટકનાં સમૂહનો રંગભૂષા આદિની ચર્ચા કરીને નાટકનું સમગ્ર દૃષ્ટિએ આકલન આપે છે. નાટકના રૂપાંતરને કારણે ઊભી થતી મર્યાદાઓને પણ તેમણે નોંધી છે. સતીશ વ્યાસ પ્રત્યે આલેખ અને પ્રસ્તુતિ વચ્ચે સંતુલન રાખે છે. તેમની સમીક્ષા તથ્યપરક અને પૂર્વગ્રહ કે અભિગ્રહથી પર રહી શકી છે. 'પ્રતિમુખ'માં જ તેમની ભજવાતાં નાટકોની સમીક્ષા પ્રગટ થઈ છે. સતીશ વ્યાસ નાટ્યસમીક્ષક તરીકેની એક વિશિષ્ટ મુદ્રા અંકિત કરે છે.

ઉત્પલ ભાયાણી (૧૯૫૩)

નાટ્યવિવેચનના ક્ષેત્રે ઊભરતું ને નિત્ય ચર્ચાતું રહેતું નામ. તેમણે નાટ્ય - સમીક્ષા અને વિવેચન કર્યું છે. 'દૃશ્યક', 'પ્રેક્ષા'થી તેમના છાપામાં પ્રકાશિત અવલોકનોનું ગ્રંથસ્વરૂપ બહાર પડે છે. અહીં મુંબઈની રંગભૂમિ પર અને અન્ય પ્રાંતની રંગભૂમિ પર ભજવાતાં ગુજરાતી જ નહીં વિવિધભાષી નાટકોની સમીક્ષાઅવલોકનો સંગૃહીત થયાં છે. ૧૯૭૬ થી તેમણે જોયેલાં નાટકોની સમીક્ષા ૯૭-૯૮ ને તે પછી પણ ચાલતી રહી છે. 'દૃશ્યફલક', 'પ્રેક્ષા' પછી તેમના નાટ્ય