લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૩૧
 

સ્થિતિ વિષે આ ચર્ચા છે. અલબત્ત, આઠમા દાયકાનાં બધાં જ નાટકો વિશે ચર્ચા કરવી જરૂરી માનતા નથી. નાટકની સ્થિતિ વિશે આરંભમાં જ તેમણે કહ્યું છે કે ‘અગાઉના કોઈ પણ દસકાની સરખામણીમાં સાહિત્યકૃતિ તરીકે સિદ્ધ થઈ શકે એવાં સૌથી વધુ નાટકો અહીં મળે છે.... એટલું જ નહીં જે સામગ્રી ખપમાં લેવાય છે એમાં પણ નોંધપાત્ર વિકાસ અને વૈવિધ્ય બંને જોવા મળે છે.'૮૭ આ લેખમાં તેમણે લાભશંકર ઠાકર, રઘુવીર ચૌધરી, સિતાંશુ યશશ્ચંદ્ર અને મધુ રાયનાં નાટકો વિશે વાત કરી છે. મધુ રાય અને સિતાંશુને સિદ્ધહસ્ત નાટ્યસર્જકો માને છે. મધુ રાયની આકંઠ સાબરમતી તથા લાભશંકરની રે મઠની પ્રવૃત્તિ વિષે ઉત્પલ ભાયાણી લખે છે કે આ પ્રવૃત્તિને કારણે જ ગુજરાતી નાટક વિકાસના એક નવા તબક્કામાં પહોંચે છે. લાભશંકર ઠાકરને ગુજરાતી નાટ્ય – ગુજરાતી આધુનિક નાટ્ય પ્રવાહના પ્રણેતા માને છે. અહીં તેમનાં બે નાટકો મનસુખલાલ મજીઠિયા અને 'પીળું ગુલાબ' વિશે વાત કરે છે. લાભશંકર ઠાકર જે ચોકઠું તોડવાની વાત કરતા હતા તે જ ચોકઠાને સ્વીકારી નાટકો રચે છે ! તો રઘુવીર ચૌધરીની સર્જકતા બહુમુખી છે તેમ નોંધતાં 'સિકંદરસાની' પ્રશંસા કરી છે. 'સિકંદરસાની'ની સરખામણીમાં 'અશોકવન' અને 'ઝૂલતા મિનારા' ચબરાકિયા સંવાદો અને સાહિત્યિક ભાષાથી વધુ પીડાય છે. માધ્યમની સભાનતા પણ અહીં ઓછી જે જોવા મળે છે. એના વિશે લાભશંકરને નોંધે છે, વળી માણસના વિચારે કે વિચારોને લખે તે ગદ્ય જાણે કે અહીં આવ્યું છે. વાતચીતનું વાક્‌ભંગીનું રૂપ અહીં ક્વચિત્ જ જોવા મળે છે. ૮૮ સિતાંશુ યશચંદ્રનાં નાટકો વિશે ચર્ચા કરી કહે છે (આ માણસ મદ્રાસી છે.) ગીત સંગીત અને કોરિયોગ્રાફીના પૂરતા અને સૂઝપૂર્વક ઉપયોગની સજજતા સાથેની આ કૃતિ છે. ૨૯ 'કેમ મકનજી ક્યાં ચાલ્યા' અને 'ગ્રહણ' વિશે ચર્ચા કરી છે. આ ચારેય નાટ્યકારોમાંથી ઉત્પલ ભાયાણીને મધુ રાય અને સિતાંશુ યશશ્ચંદ્રમાં માધ્યમની સભાનતા પૂરેપૂરી દેખાય છે. નાટ્યકાર ઉપરાંત આ બંનેએ રૂપાંતર કરેલાં નાટકોની સંખ્યા પણ ઝાઝી છે. રૂપાંતર કરવાની હથોટીને કારણે તેમનાં નાટકો વધારે નાટ્યક્ષમ બન્યાં છે એમ માને છે.

પર આ ચાર નાટ્યકારો ઉપરાંત પન્નાલાલ પટેલ અને મનુભાઈ પંચોલીનાં નાટકો 'અલ્લડ છોકરી' (પન્નાલાલ પટેલ) અને 'પરિત્રાણ' (મનુભાઈ પંચોલી)ની નોંધ લીધી છે. શિવકુમાર જોષીને મુંબઈની રંગભૂમિ સ્વીકારતી નથી તેનાં કારણોમાં 'માધ્યમની સભાનતા પ્રત્યે દુર્લક્ષ, બોલચાલની ભાષાનો અભાવ, એકાંકી પાત્રાલેખન અને સાહિત્યિક સંવાદોના પ્રાચુર્યને કારણે વિષયો, કુલ પાત્રોની સંખ્યા અને લોકાલમાં ઘણા મોટા ફેરફાર કરવા છતાં નોંધી શકાય એવી એમનાં નાટકોની અસર ઊભી થઈ નથી.' એ પછી સુભાષ શાહ, ચંદ્રકાન્ત બક્ષી, પ્રબોધ જોશી,