લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૩૫
 

ભરત મહેતા (૧૯૬૪)

'નાટ્યનાન્દી' ભરત મહેતાનો નાટ્યવિવેચન ક્ષેત્રમાં પ્રવેશ નાટ્યનાન્દીથી થાય છે. ત્રણ દૃશ્યમાં વિભાજિત કરીને નાટક વિશેનું વિવેચન કર્યું છે. પહેલા દૃશ્યમાં 'ગુજરાતી રંગભૂમિ', દૃશ્ય બીજું ભારતીય રંગભૂમિનું છે ને ત્રીજા દૃશ્યમાં વિદેશી રંગભૂમિની સમીક્ષા સંગૃહીત થઈ છે. 'સૂત્રધારના બે શબ્દો...'માં ભરત મહેતા કહે છે કે ગુજરાતી નાટ્યવિવેચન સાહિત્યના 'નાટ્યલોક' (જશવંત શેખડીવાળા) 'નાટકનો જીવ' (ઉત્પલ ભાયાણી), 'પ્રતિમુખ' (સતીશ વ્યાસ), 'નાટક સરીખો નાદર હુન્નર' (હસમુખ બારાડી) જેવા ગ્રંથો કે કૃષ્ણકાન્ત કડકિયાનાં પ્રકાશનો પ્રકારનો મારો આ પ્રયાસ છે. ભરત મહેતાને આ પૂર્વસૂરિઓના પગલે નાટ્ય સમીક્ષા કરવી છે અલબત્ત, નાટ્ય અને નાટકના ભેદને તેમણે સ્પષ્ટ નથી કર્યો. 'રંગભૂમિની વાત આવે છે ત્યાં ભજવાતાં નાટકોની પ્રયોગસમીક્ષાની અપેક્ષા વધે છે. ભરત મહેતા પોતે જ કહે છે તેમ અહીં ગુજરાતી, અન્ય ભારતીય નાટકો અને વિદેશી નાટકોની પ્રત્યક્ષ સમીક્ષા છે. ભરત મહેતા 'ગુજરાતી રંગભૂમિ' એ પ્રથમ દૃશ્યમાં લાંબાં નાટકો અને એકાંકીઓની કૃતિપરક સમીક્ષા આપે છે. તેમાં ચાર નાટકો 'અસાઈતનો વેશ', 'જાલકા', 'રાજા મિડાસ' અને 'ઔરંગઝેબ' ચિનુ મોદીનાં છે. આ ચારેય નાટકો વિશે ભરત મહેતા પાસે પ્રશંસાના શબ્દો છે. નાટક ભજવાતાં કદાચ લેખકે જોયાં હશે પણ સમીક્ષા તો તેમણે પ્રતના આધારે જ કરી છે. ઔરંગઝેબમાં સફેદ સાઈક્લોરામાનો વિનિયોગ એ પ્રયુક્તિ રૂપે આવે છે. નાટકમાં વાસ્તવને શાન્તવાસ્તવને પ્રગટાવવાનો હોય. ઘણીવાર સાઈક્લોરામાની આ યુક્તિ નાટકને ઉપકારક બનતી રહી છે. અહીં પણ તેનો એવો જ સુંદર વિનિયોગ થયો છે પરંતુ ભરત મહેતા તે યુક્તિને અનાવશ્યક ગણે છે. આ ચારેય નાટકોનું અંક અને દૃશ્યમાં વિશ્લેષણ કરી પ્રત્યક્ષ વિવેચન તેમણે કર્યું છે. આ ઉપરાંત 'હું પશલો છું' 'મંથરા', 'તીડ', 'સગપણ એક ઉખાણું', 'શર્વિલક' અને ચં. ચી. મહેતાનાં ચરિત્રપ્રધાન નાટકોની સમીક્ષા તેમણે કરી છે. 'હું પશલો છું' એ ઇન્દુ પુવારના એકાંકી સંગ્રહનું સમીક્ષા દૃષ્ટિએ અવલોકન કર્યું છે. ગુજરાતી નાટ્યપ્રવૃત્તિની વિકાસરેખામાં એવા દિવસો લાંબા સમય સુધી રહ્યા કે નાટક તરીકે ઓળખાતી કૃતિ 'સાહિત્યિક' હોય પરંતુ 'રંગભૂમિક્ષમ' ન હોય. આમ એક અંતિમે નાટ્યપ્રવૃત્તિ 'વિકસી' રહી હતી.' પછી પરિસ્થિતિ પલટાઈ. પરંતુ પલટાતાં પલટાતાં એક બીજા અંતિમે નાટ્યપ્રવૃત્તિ પહોંચી ચૂક્યાનો વહેમ જાય છે. નાટક 'રંગભૂમિક્ષમ' હોય પરંતુ 'સાહિત્યિક' ન હોય મારા આ વિધાનની પ્રતીતિ 'હું પશલો છું'ના મોટાભાગનાં એકાંકીઓ આપે છે. વારે વારે મને આ એકાંકીઓ ઓવર પ્રોડક્શન લાગ્યા કરે છે૯૪ ભરત મહેતા આ સંગ્રહના પહેલા એકાંકીને યશોદાયી કૃતિ તરીકે મૂલવે છે. ઇન્દુ પુવારનાં