લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

એકાંકીઓમાંથી ખરેખર આ જ કૃતિ 'હું પશલો છું' વારંવાર ભજવાતી રહેલી ને યશ મેળવનારી કૃતિ છે. અન્ય કૃતિઓ વિશે તેમણે કહ્યું છે કે ઓવર પ્રોડક્શન છે. આ સમીક્ષક 'સંઘર્ષ, એકતા, લાઘવ'ને જ નાટકનું મહત્ત્વનું તત્ત્વ માને છે. રંગભૂમિ પર જે કાંઈ થાય તે નાટક ! એવી કરુણ પરિસ્થિતિ 'આ એક શહેર છે', 'લીના ઓ લીના', 'બાયોડેટા' તથા 'મીસ પોપટી દલાલનું બયાન ઉર્ફે મિ. પોપટલાલનો ગોલ્ડન ટચ', 'એટેચમેન્ટ' માં જોવા મળે છે.' અહીં જે theatyrical છે તે dramtatic બનતું નથી. પરિણામે એક વિવેચક જેને tortured the Dtiricality કહે છે તેનો અનુભવ થાય છે. લીલાનાટ્ય એટલે યદૃચ્છાનાટ્ય સહેજેય નહીં. ૯૫ ભરત મહેતા આ સહુ એકાંકીઓમાં નાટકીય જે છે તે નાટ્યાત્મક હોવું જોઈએ એમ કહે છે. એકાંકીઓ પર પ્રયુક્તિઓનો ભાર વધારે છે એમ માને છે. અલબત્ત, મંચ પર આ પ્રયુક્તિઓ દ્વારા જો નાટકને પામી શકાતું હોય તો શું વાંધો હોઈ શકે પરંતુ ભરત મહેતા મંચનક્ષમતા શોધતા નથી. એમને એકાંકી શોધવું છે, નાટક શોધવું છે પણ નાટક મંચસિદ્ધિ વિના – નાટ્ય વિના – પ્રયોગની શક્યતા વિના કઈ રીતે બની શકે ! તેમણે આ બધાં જ એકાંકી પાસે સાહિત્યિક સ્વરૂપગત કલાત્મકતાની અપેક્ષા રાખી છે. એકાંકીના રૂઢ convictious પળાતા નથી. સઘનતા, સંઘર્ષનો ભરપૂર અભાવ આ એકાંકીઓને નબળાં બનાવે છે.'૯૬ 'મંથરા' સંવાદકાવ્યને ભરત મહેતા પદ્ય એકાંકીના સ્વરૂપમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. અહીં તેમણે કૃતિલક્ષી સમીક્ષા કરી છે. ઉમાશંકર જોષીના પદ્યનાટક લખવાના પ્રયત્નનું એક સુંદર પરિણામ 'મંથરા' છે. જોકે એને એકાંકી કહેવું કે કેમ તે પ્રશ્નો ઊભો જ છે.

'ઊંચો પર્વત, ઊંડી ખીણ' શ્રી ધીરુભાઈ ઠાકરનું મ. ન. દ્વિવેદીના જીવનને કેન્દ્રમાં લઈને લખાયેલું નાટક છે. તે નાટકને તેના જેવાં અન્ય નાટક સાથે તુલના કરી કૃતિલક્ષી સમીક્ષા કરી છે. 'તીડ' નામના એકાંકી વિશે.... પણ પ્રત્યક્ષ વિવેચન તેમણે કર્યું છે. 'તીડ' સતીશ વ્યાસનું એકાંકી છે. ભરત મહેતા એ એકાંકીને પ્રયોગશીલ એકાંકી કહે છે. 'તીડ' ખરેખર નોંધપાત્ર એકાંકી છે પરંતુ તેની મંચનક્ષમતા વિશે ભરત મહેતા ચર્ચા કરતા નથી. 'સગપણ એક ઉખાણું' બ્રેખ્તના નાટકનું સર્જનાત્મક રૂપાંતર શ્રી રમેશ પારેખે કર્યું છે. નિમેશ દેસાઈ - કોરસે એ નાટકનો વારંવાર શો કર્યો છે. ભરત મહેતા તે નાટકની સમીક્ષા કરે છે. અહીં કથાવસ્તુ, સંકલન, વિભાજન શૈલી આદિ દૃષ્ટિએ નાટકને તપાસવાનો ઉપક્રમ છે. નાટકની ભજવણી બાબતે હજી ભરત મહેતા કશું કહેતા નથી.

દૃશ્ય બીજું : 'ભારતીય રંગભૂમિમાં ધૃતરાષ્ટ્ર', 'હયવદન', પ્રહસન યુગ્મ – 'મત્તવિલાસ' અને 'ભગવદ્‌જ્‌જુકીયમ્' વિશેની સમીક્ષા છે. ભારતીય રંગભૂમિમાં