લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૪૧
 

અભિનયથી જ કેટલીક સામગ્રી અને સ્થાન નિર્ણય કરવાનો હોય છે. પરંતુ આધુનિક નાટકો ખાસ તો પશ્ચિમના નાટકોમાં મૂર્ત સામગ્રીના વિશિષ્ટ ઉપયોગને તેમણે નોંધ્યો છે. અલબત્ત, આ બધાં ઉદાહરણથી નાટકમાં ભાષા માધ્યમને કઈ રીતે ઉપયોગી છે અથવા ભાષા ક્રિયાને કઈ રીતે પ્રેરિત કરે છે તેની ચર્ચા તેમને કરવી છે. આથી જ નાટકમાં 'ગતિની જેમ સ્થિતિ, વિરામ પણ, ને વાણીની જેમ મૌન, અવાક્, પણ અભિનયનું જ સ્વરૂપ છે.' તેમણે 'અવાક્' અને 'સ્થિતિ'નો મહિમા કર્યો છે.' સ્થિતિમાંથી પ્રગટતાં આંદોલનને મૌનમાંથી પ્રગટતી મુખરિતતા અગતિકતાનાં કલ્પન રચે છે.'૧૦પ

આ લેખમાં બે લેવલે વાત ચાલે છે. 'નાટકમાં ભાષા' ક્રિયાને પ્રેરિત કરે છે તેવો મત તેમનો છે. પરંતુ લેખના કેન્દ્રમાં 'અભિનય' છે. 'અભિનય' જ નાટકનું માધ્યમ છે. ભાષા અને અન્ય કલાઓ અભિનયને મદદરૂપ થાય છે. આ વાતને સ્પષ્ટ કરવા તેમણે હાન્ડકેના ઉચ્ચારણોનો યોગ્ય રીતે વિનિયોગ કર્યો છે. નાટકની ભાષા બાબતની ચર્ચામાં 'હાન્ડકે'ના મતનો અને બેકેટનાં 'એન્ડગેમ' નાટકનો ઉલ્લેખ મોટે ભાગે થાય છે. અન્ય સમીક્ષકો પણ આ મહામનાનો સહારો ભાષા – નાટકમાંના સંદર્ભે લેતા રહ્યા છે. જયંત પારેખ પાસેથી તો આ નિમિત્તે ગુજરાતી અને પાશ્ચાત્ય નાટકોની ગતિવિધિ, નવા નાટકોમાં ભાષાનું કાર્ય આદિ બાબતે ઘણી સરસ અભ્યાસ યોગ્ય માહિતી મળી છે. ભલે આ લેખ ભવિષ્યમાં લખાનારા નિબંધનો મુસદ્દો હોય તે નાટકની સમીક્ષા કરનારાઓ માટે પણ માર્ગસૂચક બનતો જણાય છે. જયંત પારેખ આ ઉપરાંત સુરત નાટ્ય મહોત્સવનું અવલોકન પણ કરે છે. તેમની અનુભવપુત દૃષ્ટિનો લાભ નાટ્ય વિવેચને મળ્યો છે તે આનંદની વાત છે.

અન્ય સમીક્ષકોમાં યઝદી કરંજિયા, શશીકાંત નાણાવટી, દિનકર ભોજક, બકુલ ટેલર, આદિનાં અવલોકનસમીક્ષાઓ અવારનવાર પ્રગટ થતાં રહે છે. ભજવાતાં નાટકો સાથેનો તેમનો અનુબંધ વધારે મજબૂત હોય તેવું તેમની સમીક્ષાથી સમજાય છે.

સંદર્ભસૂચિ

૧. નાટ્યકળા પૃ. ૧૩. ૨. એજન પૃ.૨૭. ૩. એજન પૃ. ૨૭. ૪. એજન પૃ. ૪૭. ૫. એજન પૃ. ૮૮. ૬. એજન પૃ. ૧૦૩. ૭. એજન પૂ. ૧૦૭. ૮. એજન પૃ. ૧૧૬, ૯. ગ્રંથ ગરિમા પૃ. ૧૧. ૧૦. એજન પૃ. ૨૪. ૧૧. એજન પૃ. ૩૫. ૧૨. નાટક ભજવતાં પહેલાં પૃ. ૧૩. ૧૩. એજન પૃ. ૩૬. ૧૪. રંગલોક પૃ. ૩૫. ૧૫. એજન પૃ. ૨૩. ૧૬. એજન પૃ. ૪૦. ૧૭. એજન પૃ. ૪૧. ૧૮. એજન પૃ. ૪૪. ૧૯. એજન પૃ. ૯૦. ૨૦. એજન પૂ. ૯૨. ૨૧. એજન પૃ. ૧૨૭. ૨૨. એજન પૃ. ૩૨. ૨૩. એજન પૃ. ૧૫૨. ૨૪. કર્ટન કૉલ પૃ. ૪. ૨૫. એજન પૃ. ૬. ૨૬. એજન પૃ. ૨૩. ૨૭. એજન પૃ. ૮૭. ૨૮. એજન પૃ.