પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપસંહાર ⬤ ૧૫૧
 

પેલા 'આલેખ'ના મૂલ્યાંકનમાં મુશ્કેલી થવાની. આથી 'નાટ્યાલેખ'ની સમીક્ષા આવશ્યક છે એમ માને છે. તેમણે નૂતન નાટ્ય આલેખો, આધુનિક એકાંકી અને પ્રતિમુખમાં મુખ્યતયા કૃતિલક્ષી અને કેટલાક પ્રયોગ – નાટ્યપ્રયોગની સમીક્ષાઓ આપી છે. તેમણે પ્રત્યક્ષ અને સૈદ્ધાંતિક સમીક્ષા કરી છે. તેમાં નાટકની કે એકાંકીની સામે કઈ વિશાળ શક્યતા પડી છે તેને ઉજાગર કરી આપી છે. તેમનું અર્થઘટન અને વિશ્લેષણ સાહજિક રીતે જ નાટકની ચારે બાજુઓને ખોલી આપે છે. જોકે નાટ્યનું વિવેચન એ સાહજિક નથી જ હોતું. ને જ્યારે તમારી સામે પૂર્વ પરંપરા ન હોય ત્યારે નવી રીતે આરંભ કરવાનો હોય ત્યારે એ ઘણું અગત્યનું બને છે.'

ધીરુભાઈ ઠાકરના પ્રત્યક્ષ વિવેચનમાં પણ એવું બને છે. નાટકને સાહિત્યસ્વરૂપ કરતાં સાવ જ વિશિષ્ટ કે ભિન્ન માની લીધા પછી પણ તેમની સમીક્ષા એ જ પરાપૂર્વથી ચાલી આવતી શૈલીમાં થયા કરે છે. નાટક સ્વરૂપવિશેષ છે એ વાત સ્વીકારીને પછી પણ તેની વિવેચનાનાં ધોરણો ઘડવામાં નથી આવ્યાં.

સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટકનું માત્ર વિવેચન જ થતું નથી પરંતુ તેનો વિવિધ દૃષ્ટિએ અભ્યાસ પણ થાય છે. નાટકને 'દૃશ્યકાવ્ય' કહેનારા અને 'ગદ્યસ્વરૂપ' કહેનારા બંને વર્ગો અહીં સ્થિર છે. નર્મદે નાટકને ગદ્યમાં હોય છે એમ કહીનેય કાવ્યનો જ એક પ્રકાર કહેલો. ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે નાટકને 'કાવ્ય' નહીં પણ 'ગદ્ય' જ માને છે. નાટકની પ્રત તથા પ્રયોગની સમીક્ષા પણ ધનસુખલાલ મહેતાથી આરંભાઈ છે તે અહીં સરોજ પાઠકમાં ને કેટલેક અંશે ઉત્પલ ભાયાણી, કે સતીશ વ્યાસમાં જોવા મળે છે. અહીં બે સ્પષ્ટ મત છે. ડૉ. સતીશ વ્યાસ માને છે કે નાટક ભજવાવું જ જોઈએ, છતાં વિવેચન તો પ્રતને આધારે જ થવું જોઈએ. એ બંને વાત સ્વીકારવા માટે તેમણે જે તર્ક આપ્યો છે તે પણ સ્વીકૃત છે. નાટક સારુ હોય ને ખરાબ રીતે ભજવાય તો ? તેની ભજવણીને કારણે પ્રત કે સાહિત્ય સ્વરૂપને અન્યાય થશે એમ તેમનું માનવું છે. સરોજ પાઠક તેમના એકમાત્ર પુસ્તકમાં ભજવણીની સમીક્ષા કરે છે તે ખરેખર નોંધપાત્ર છે. સરોજ પાઠકે સભાન રીતે કરેલી આ નાટ્યસમીક્ષાઓમાં નાટકની સર્વાંગી સમીક્ષાનો આદર્શ ઘડાતો અનુભવાય છે. ઉત્પલ ભાયાણી, લવકુમાર દેસાઈ, સતીશ વ્યાસ આદિની સમીક્ષાઓમાં પણ એ લક્ષણોની આછી રેખા ખેંચાતી અવશ્ય અનુભવી છે. નાટકનું વિવેચન અહીં બે રીતે પ્રગટ્યું છે તેમાં મહદ્અંશે પ્રત્યક્ષ અને સિદ્ધાંત વિવેચન કરનારા સમીક્ષકો જ આપણને મળ્યા છે. પ્રયોગ કે પ્રસ્તુતિની સમીક્ષા કરનારા સમીક્ષકોની આપણે રાહ જોઈએ છીએ.

ધીરુભાઈ ઠાકર, વિનોદ અધ્વર્યું, જશવંત શેખડીવાળા આદિ સમીક્ષકોએ નાટકના વિવેચનની કોઈ નવી વિભાવના ઘડી નથી, તેમનું પ્રત્યક્ષ – સૈદ્ધાંતિક