પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ: ૧ નાટ્યવિદ્યાના પાઠ્યપુસ્તકો⬤ ૧૫૭
 


આત્મગત - જનાન્તિક જેવી નાટ્યોક્તિઓ પ્રવૃત્તિવિધાન, નાટ્યવૃત્તિ તથા લોકધર્મી અને નાટ્યધર્મી જેવી નાટ્યરૂઢિઓ વિવિધ સંસ્કૃત નાટકોમાંથી ઉદાહરણો આપી સ્પષ્ટ કરવામાં આવી છે. સિદ્ધિનું સ્વરૂપ, તેના પ્રકારો, સુમનસુ પ્રેક્ષક તથા પ્રાશ્રિક, નાટ્યસ્પર્ધા અને પુરસ્કાર ઉપરાંત પતાકાનિર્ણય વિશે માહિતી આપી છે. 'ભરત નાટ્યશાસ્ત્ર : આધુનિક સંદર્ભ' એ પુસ્તકમાં નાટ્યશાસ્ત્રની આધુનિક સાર્થકતા સિદ્ધ કરી આપવા ભરત અને એરિસ્ટોટલની નાટ્ય વિચારણામાં રહેલા સામ્યવૈષમ્યની ચર્ચા કરી છે. નાટકનાં વિવિધ તત્ત્વો-વસ્તુવિધાન, પાત્ર, પદાવલિ, દૃશ્યતા વગેરે સંબંધી ભરત અને અરિસ્ટોટલના વિચારો પહેલા જુદા જુદા દર્શાવી પછી તેમાં રહેલા સામ્ય અને વૈષમ્યની છણાવટ કરવામાં આવી છે. કેથાર્સિસ અને કરુણરસની તુલના દ્વારા ટ્રેજેડીના આસ્વાદ સંબંધી પાશ્ચાત્ય અને ભારતીય દૃષ્ટિકોણ સ્પષ્ટ કરી આપવામાં આવ્યો છે. ભરતમુનિની અભિનય વિચારણા અને પેકિંગ ઓપેરા, મોહ અને કાબુકીની અભિનય પરંપરાની તુલના કરી છે. ત્રીજા પ્રકરણમાં ભરતે પ્રયોજેલા 'અભિનય' શબ્દના આધુનિક પર્યાયો દર્શાવી, આધુનિક રંગમંચ પર અભિનયનું સ્વરૂપ સમજાવી આધુનિક અભિનય પંથોનાં વિવિધ લક્ષણો ભરતની અભિનય વિચારણામાં કયા સ્વરૂપે મળે છે તે ભારત અને સ્ટાનિસ્લાવસ્કી, ભરત અને મેયર હોલ્ડ, ભરત અને બ્રેખ્ત તથા ભરત અને ગ્રોટોવસ્કીની તુલના દ્વારા સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે.

મહેશ ચંપકલાલ શાહનાં આ પુસ્તકો નાટ્યવિદ્યાના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી લખવામાં આવ્યાં છે. તેમનું એક વિશેષ પુસ્તક 'પ્રત અને પ્રયોગ'માં નાટ્ય સમીક્ષા છે. તેમનું માનવું છે કે 'પ્રત'માં રંગભૂમિ ક્ષમતા હોય કે ન હોય તેના પ્રયોગમાં દિગ્દર્શક જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. નવલકથા કે વાર્તાના મંચનો થાય છે. આત્મકથા કે પત્રોના મંચનમાં વાંધો નથી આવતો. તેથી તેમણે પ્રતમાં રંગભૂમિ ક્ષમતા શોધતા સમીક્ષકોને આ એક નવી દિશા ચીંધી છે.

ચંદ્રવદન મહેતા નાટ્યવિદ્યાના અદ્યાપક પણ રહી ચૂક્યા છે. તેમણે આપેલાં વિવિધ વ્યાખ્યાનોમાં જાપાનની રંગભૂમિ, અમેરિકન રંગભૂમિ આદિ પુસ્તકોની સાથે 'નાટક ભજવતા...’ નામની પુસ્તિકા આપી છે. ચંદ્રવદન મહેતા નાટકની સમીક્ષાના હેતુથી નાટકની ચર્ચા કરતા નથી. 'નાટક ભજવતાં' એ પુસ્તિકા નાટ્યના ક્ષેત્રમાં વિકસવા ઇચ્છતા અભિનેતાઓને માર્ગદર્શન કરતું પુસ્તક છે. ચંદ્રવદન મહેતાએ આ પુસ્તકમાં નાટક સાથે જોડાયેલી તમામ બાબતોનું ૧૧ ખંડમાં વિભાજન કરી ચર્ચા કરી છે. 'નાટકશાળા' કેવી અને ક્યાં હોવી જોઈએ તેના આદર્શની ચર્ચા કરી છે. 'નાટક' કેવું પસંદ કરવું અને તેને રંગભૂમિક્ષમ બનાવવા શું કરવું જોઈએ,