સંસ્કૃત સાહિત્યમાં એકાંકી, પાશ્ચાત્ય દેશોમાં એકાંકી: ઉત્પત્તિ અને વિકાસ, એકાંકી : સંવિધાન, કલા અને કસબ, તખ્તાનું તંત્ર, ગુજરાતી એકાંકીના વિકાસની રૂપરેખા, એકાંકી અને રેડિયો નાટિકા, ભગિની ભાષાઓમાં એકાંકી : 'ટૂંકી નોંધ' જેટલો વ્યાપ સમાવ્યો.
સંસ્કૃત લઘુ નાટકોના પ્રકારો, ભેદો વિશે સ્પષ્ટતા કરી છે. ભાણ, વીથી, ઉત્સૃષ્ટિકાંક, વ્યાયોગ, પ્રહસન જેવાં સંસ્કૃત લઘુ નાટકોનું સામ્ય એકાંકી સાથે છે. પરંતુ આજના એકાંકી અને સંસ્કૃત એકાંકી વચ્ચે ભેદ છે. 'આજનું એકાંકી અનેકાંકી પરથી આવ્યું છે એ સ્પષ્ટ છે પરંતુ સંસ્કૃત એકાંકી પરત્વે એવું સ્પષ્ટ વિધાન થઈ શકે એમ નથી.' (પૃ. ૫ એકાંકીઃ સ્વરૂપ અને સાહિત્ય) પાશ્ચાત્ય લઘુનાટકો મિરેકલ, મિસ્ટીઝ અને મોરાલિટીઝ પ્લે, કર્ટન રેઈઝર આદિને એકાંકીનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવ્યા છે. આ પુસ્તકમાં એકાંકીના સ્વરૂપવિકાસ અને અન્ય ભાષાઓમાં પણ એકાંકીનો વિકાસ ધ્યાનમાં લેવાયો છે. નંદકુમાર પાઠકે ઘણી મહેનત કરીને આ સ્વરૂપવિચાર કર્યો છે. અલબત્ત, આ પુસ્તક આમ તો નાટ્યશિક્ષણની – નાટ્ય તાલિમાર્થિઓના પાઠ્યપુસ્તક સમું છે. 'પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો' ટ્રેજેડી અને કોમેડી વિશે અભ્યાસપૂર્ણ સંદર્ભ સંગ્રહ છે. શ્રી નંદકુમાર પાઠકે 'નાટક અને રંગભૂમિના કેટલાક પ્રશ્નો વિશે ચર્ચા કરી છે તેમાં 'નાટકની એક શરત એની ભજવણી તખ્તા પર થતો એનો પ્રયોગને મહત્ત્વનો માને છે. નાટકના સ્વરૂપ, પાત્ર, પરિસ્થિતિ, કથાવસ્તુ આદિ વિષે તેમણે ઘણી જ ઉપકારક અભ્યાસ યોગ્ય ચર્ચા છેડી છે. આ દીર્ઘ લેખમાં નાટકનાં વિવિધ અંગો વિશે અને નાટક તથા સાહિત્ય કે નાટકનાં માધ્યમ વિશે પણ રસપ્રદ ચર્ચા ચલાવી છે. 'નાટક પાત્રોક્તિ સારા સંવાદમાં રજૂ થતી વાણીની રચના હોવાથી ભાષા પ્રત્યાયન માટેનું મુખ્ય માધ્યમ છે પણ ભાષા ઉપરાંત અભિવ્યક્તિનાં બીજાં માધ્યમો પણ નાટકમાં એની રજૂઆત દ્વારા આવતાં હોવાથી ભાષા ગૌણ બની જાય છે.' (પૃ. ૨૪. પાશ્ચાત્ય નાટ્ય સાહિત્યનાં સ્વરૂપો) નંદકુમાર પાઠક નાટકને સાહિત્યસ્વરૂપ માને છે. 'તખ્તાનું તંત્ર' તો નાટકનાસાહિત્યિક સ્વરૂપને અભિવ્યક્ત થવા માટેનું માધ્યમ છે તેમ માને છે. વિવેચકો હંમેશાં ભજવાતાં નાટકોમાં નટ, દિગ્દર્શક, પ્રયોજક-નિમતાનાં જ કર્તુત્વને ધ્યાનમાં લે છે. લેખક-નાટ્યકારને ધ્યાનમાં લેતો નથી ત્યારે પ્રેક્ષકનું ધ્યાન આમ નાટકના મુખ્ય તત્ત્વ-ભાષા-શબ્દ પરથી ખસી જાય છે.' તેમ નોંધ્યા પછી તેમણે, સાહિત્યિક અને નાટ્યાત્મક-સ્વરૂપમાં સમતુલા સ્થાપવી આવશ્યક છે તેમ કહ્યું છે. 'નાટક લિટરરી ફોર્મ છે એ જેટલું સાચું છે તેટલું એને થિયેટ્રિકલ ફોર્મ છે એ પણ એટલું જ સાચું છે. મુખ્ય પ્રશ્ન સમતુલાનો છે. આ સમતુલા નાટકકારે નાટક લખતી વેળા જાળવવાની છે, દિગ્દર્શન કરતા દિગ્દર્શકે જાળવવાની છે, અભિનય કરતાં