લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ • ગુજરાતી નાટ્યવિવેચન
 

નાટ્યશાસ્ત્ર લખાયા પહેલાં નાટકો હતાં કે નહીં ? ભારતમાં નાટક ક્યાંથી આવ્યું ? અન્ય દેશોમાં નાટકની સ્થિતિ વિશે પણ પછીના પ્રકરણમાં આગળ વાત ચાલે છે. એ પછી નાટકનાં બંધારણ બાબતે ચર્ચા કરે છે. બંધારણ કેવું હોવું જોઈએ એની શાસ્ત્રીય ચર્ચા કરીને ગ્રીક અને સંસ્કૃત નાટકોનાં મહત્ત્વનાં અંગો વિશે તુલનાત્મક અભ્યાસ કર્યો છે. ગ્રીક કોરસની સાથે તત્કાલીન નાટક મંડળીઓના ગાયકમંડળ વૃંદ સાથે સરખાવી જોયું છે. નાટકનાં અન્ય મહત્ત્વનાં અંગો, વિદુષક આદિ અન્ય પ્રદેશનાં નાટકો અને અંગ્રેજી નાટકોમાં કઈ રીતે પ્રગટ્યાં છે તેની વિગતો અભ્યાસપૂર્ણ છે. ત્રણ યુનિટી વિશે ભારતીય અને પૂર્વની રંગભૂમિ પર નાટકો આવા સ્થળ, કાળ, સમયની સંકલના વિશે સંભ્રાંત છે. તેમ માને છે. પછીના પ્રકરણમાં 'દૃશ્ય સામગ્રી અને પોશાક’ની ચર્ચા કરતા આહાર્ય અભિનયની જ ચર્ચા છેડે છે. અભિનયના વિવિધ ભેદ, આદિની ચર્ચા પણ ભરત નાટ્યશાસ્ત્રની અને ગ્રીક થિયેટરના પરિપ્રેક્ષ્યમાં વિચારણા કરે છે. અંગવિક્ષેપ, વદનાભિનય, નયનાભિનય વિશે વિગતે ચર્ચા કરે છે. નાટકનું સ્થળ કેવું, નાટ્યગૃહ કેવાં હોવાં જોઈએ તેની ઐતિહાસિક તથ્યો સાથે ભારતીય-ગ્રીક થિયેટરના સંદર્ભમાં વિગતો સાથે ચર્ચા કરી છે. નરસિંહરાવ ગુજરાતી રંગભૂમિ પર ભજવાતા નાટકો અને તેની ભજનવણીની ચર્ચા કરે છે. ખરાબે ચડેલી તત્કાલીન રંગભૂમિની ચિંતા સાથે ડાહ્યાભાઈ ઘોળશાજીના પ્રયત્નોને યાદ કરે છે. મરાઠી, પંજાબી, બંગાળી રંગભૂમિની ગુણલક્ષી વિચારણા તુલનાત્મક અભિગમથી કરે છે ને ગુજરાતી રંગભૂમિ કરતાં પંજાબી-બંગાળી રંગભૂમિ ઘણો વિકાસ સાધી શકી છે તેવા તારણ પર આવે છે.

ઇતિહાસના વિભાગમાં અનુકરણધર્મી નાટ્યકલા અભિનયનાં સ્વરૂપ – બંધારણ, નાટકના ઉદ્‌ભવ વિકાસ, ભારતમાં અને અન્ય દેશોમાં કઈ રીતે થયા છે તેની અભ્યાસપૂર્ણ નોંધ કરી છે. ચીન, જાપાન, પેરુ કે યુરોપની રંગભૂમિ અને ભારતીય પ્રદેશોના પ્રાંતીય વૈવિધ્ય આદિની તુલનાત્મક સમીક્ષામાં તેમનો આશય તો અભિનયનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે ને તે કઈ રીતે પ્રવર્તે છે તેનો અભ્યાસ કરવાનો છે.

કલાવિભાગમાં – અભિનય કઈ રીતે સિદ્ધ કરવો, નટનાં વિશિષ્ટ લક્ષણો, નટનાં તાલીમ સંબંધી સૂચનો કર્યા છે. અભિનયકલા માટે વિદ્યાલય ન હોઈ શકે. આખુંય જગત તેનું વિદ્યાલય છે તેમ માને છે. અભિનય કલા 'આપકળા' છે તે જાતે જ સ્વયં સ્ફૂર્ત શીખવાની હોય છે. આગળ ઉપર 'તદ્રૂપાનુભવ' અને 'અભ્યાસ' નટને માટે કેટલા આવશ્યક છે તેના વિશે વિદેશી નટો – ચિંતકોના મતનો આધાર લઈને ચર્ચા કરે છે. 'અંગવિક્ષેપ' 'મુખચર્યા' 'નયનાભિનય' 'સ્વર, ઘટના' આદિ અભિનય માટે કેટલા ઉપકારક છે તેની પણ ઉદાહરણ સહિત