લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
3૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 


કે અંદરનું હોય: રસ્તો હોય કે ઘરનો ઓરડો હોય તો તેનું દર્શન કરાવવા માટે પ્રેક્ષકો સમક્ષ બધી જ ચીજો ધરી ન દેવી – બધી ચીજો છે એવી માત્ર તેમના પર છાપ પડે એવું ને એટલું કરવું તેમાં જ ખરી કલા છે. ટૂંકમાં પ્રવેશની પરખ પૂરતી, અને સ્ટેજની મર્યાદા પૂરતી પ્રમાણસરની જ વાસ્તવિકતા લાવવી, કહો કે વાસ્તવિકતાના નામે ભ્રમ ઊભો કરવો, એ જ ખરો નિયમ છે.'૧૭ તેમણે લેખકો/નાટ્યકારોને પણ એ સંદર્ભે જ સૂચના આપે છે કે 'જો તેઓ ત્રણ અંકના ત્રણ જ પ્રદેશ પ્રમાણે રંગમંચ યોજના ઘડી લખી નાટ્યોત્પાદકને સોંપે તો પછી આવા હસવા જેવા અને આજના યુગને ન છાજતા અસ્વાભાવિક દેખાવનો આપમેળે અંત આવે અને પ્રેક્ષકોને ત્રણ કલાયુક્ત સૂચનકારી વાસ્તવિકતાદર્શક પ્રવેશો પણ મળી રહે.'૧૮

ફિરોજશાહ મહેતાએ માત્ર સન્નિવેશ જ નહીં પણ પ્રકાશયોજના અને મંચ પર પ્રકાશયોજનાને કારણે મોટા પડછાયાઓના પ્રશ્નોને ચર્ચ્યા છે. તેમણે ઉપરની બત્તીઓ અને સાઈડની બત્તીઓના અનુચિત ઉપયોગને એ માટે કારણભૂત ગણાવ્યો છે. દૃશ્ય પ્રમાણે, દૃશ્યના ભાવ પ્રમાણે પ્રકાશનો રંગ કેવો હોવો જોઈએ તેનું માર્ગદર્શન કરે છે. વસ્ત્રપરિધાન અને મુખસજાવટ વિશે કહે છે કે જે વસ્ત્રપરિધાન પાત્રની જાત બતાવે, પરંતુ ખેલ કે સીનનું વાતાવરણ સૂચવવા જમાવવામાં નિષ્ફળ નીવડે તેને રંગમંચ યોગ્ય સાચું વસ્ત્રપરિધાન કહી શકાય નહીં. વસ્ત્રપરિધાન અને મુખસજાવટ તો એવાં હોવાં જોઈએ કે જેને લઈને પ્રેક્ષકોની આંખ સમક્ષ પલકારામાં બસ પાત્ર ખડું થઈ જાય, અને ન કે ઍક્ટરે આવુંતેવું પહેર્યું છે કે મોઢા પર આવું તેવું લગાડ્યું છે તે વિચારવા ઉપર તેમનું લક્ષ દોડે.૧૯ જેમ ખૂબ જ ઠાઠમાઠવાળી અને ભારે ખર્ચાળ સીનસિનરી રંગભૂમિ માટે અયોગ્ય છે તેમ મોંઘાં દાટ કીમતી અને અતિ ઝગમગ ચકચક થતાં વસ્ત્રો તથા શણગાર વગેરે રંગભૂમિ કાજે ત્યાજ્ય સમજવાં ઘટે, વસ્ત્રપરિધાન કેવળ સુંદર હોય તેમાં કોઈ નામના કે વડાઈ નથી. ખરી શોભા તો વસ્ત્રપરિધાન સાચું યાને Correct હોય, બનેલું પણ સાચું અને પહેરેલું પણ સાચું હોય તેમાં છે. ચિત્તને ચકભમ કરી નાખે અને ચક્ષુઓને આંજી દે એવી સીનસિનરીઓ અને સાડી પોલકાંમાં જોવા જવું એનો અર્થ નાટક જોવા જેવું એવો થતો નથી.”૨૦

નાટકમાં સંગીત વિશે પણ તેમનો મત નોંધવા યોગ્ય છે. 'સાચી રંગભૂમિ એ કાંઈ ગાયનવાદન અને નૃત્ય રજૂ કરવાનું ખાસ સ્થાન નથી અને નાટક તે કાંઈ ગાયનનો જલસો, નાચનો મુજરો કિંવા 'કોન્સર્ટ' નથી. વળી રંગભૂમિ ઉપર સંગીત તમાશબીનોનાં દિલ બહેલાવવા ખાતર હાજર થતું નથી. તે તેને પોતાને ખાતર ત્યાં આવતું નથી. એ આવે છે ખેલને અમુક ગુણ પ્રકાર આપવા – ખેલનું વાતાવરણ