લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું વિવેચન૪૩
 

 નથી કે આયર્લેન્ડની જે ગુલામીની સ્થિતિ હતી તેમાં સૂચન, વ્યંજના, અન્યોક્તિ, વક્રોક્તિ, કટાક્ષ વગેરે આલંકારિક સમૃદ્ધિનો યુક્તિસર ઉપયોગ કર્યા સિવાય બીજો રસ્તો શો.' ૩૨ ચોથી લાક્ષણિકતા દેશના વહેમો-અજ્ઞાન-અંધકાર વગેરેના આધારે આમવર્ગની રૂઢ થયેલી માન્યતાઓના પાયા ઉપર ઊભેલી રંગભૂમિ.

આ લેખમાં આઈરિશ રંગભૂમિની રોમાંચક ઐતિહાસિક ઘટનાની તેમણે સમીક્ષા કરી છે. ગુજરાત પાસે આવું આ પ્રકારનું થિયેટર નથી. ગુજરાતનું થિયેટર દેશ કરતાં વિદેશ સાથે વધુ જોડાયેલું રહ્યું છે. હજીય તેમાં તળની-દેશની સમસ્યા વિષય બનતી નથી. 'કાળચક્ર: એક નાટ્યત્રયી'માં તેમણે યુજિન ઓનીલના નાટક 'મોર્નિંગ બિકમ્સ ઇલેક્ટ્રા – દુઃખ શોભિત ઇલેક્ટ્રા' વિશે સમીક્ષા કરી છે. તેનાં ત્રણ નાટકોમાં એક 'ગૃહગમની' ત્રિઅંકી, 'પાપીનો પીછો' પાંચ અંકી, તથા 'ભૂતાવળ' ચાર અંકી નાટકના નાટ્યાલેખની વસ્તુ વિશ્લેષણ શૈલીએ સમીક્ષા કરી છે. ડૉ. રમણલાલ કે. યાજ્ઞિક માને છે કે ફક્ત અંક પછી અંકનો વાર્તાવિકાસ જોઈ જવાથી નાટ્યકલાના અનેકાનેક રમણીય અંગોનો સાંગોપાંગ ખ્યાલ ન જ આવી શકે, દરેક પ્રસંગે, ભાવ વ્યક્ત કરવાની લાક્ષણિક ખૂબી તો ઘણું લાંબું વિવેચન માગી લે.”૩૩ રમણલાલ યાજ્ઞિકે આ નાટ્યત્રયી ભજવાતી જોઈ છે. નાટ્યપ્રયોગ વિશે ભલે તેમણે કોઈ વિશેષ સમીક્ષા નથી કરી પણ તેઓ માને છે કે માત્ર સમીક્ષા - વાઙ્‌મયની સમીક્ષાથી નાટ્યકલાને સર્વાંગે પામી શકાશે નહીં. 'રાષ્ટ્રીય રંગભૂમિ'ના લેખમાં ભારતમાં રાષ્ટ્રીય રંગભૂમિ સ્થપાય તો આપણે આપણા નટકલાકારો-પ્રયોજકોએ શી તૈયારી કરવી જોઈએ તેનું ચિંતન કર્યું છે. તેઓ માને છે કે પ્રત્યેક રંગભૂમિને પોતાની અસ્મિતા કેળવવાનો અધિકાર છે. રાષ્ટ્રીય રંગભૂમિ ને યોગ્ય વાતાવરણ બંગાળમાં હોવા છતાં રાષ્ટ્રીય રંગભૂમિ સ્થપાઈ નથી. સ્થપાય તોય તેના ઘણા પ્રશ્નો ઊભા છે. રાષ્ટ્રીય રંગભૂમિની ભાષાનો પ્રશ્ર મુખ્ય છે. ભારતમાં હિન્દી, ઉર્દૂ કે અંગ્રેજી ભાષામાંથી માધ્યમ કયું પસંદ કરવું ? એકવાર ગ્રાન્ટ એન્ડરસને કરેલા રાષ્ટ્રીય રંગભૂમિના પ્રયત્નો સફળ ન થયા. તેમણે ગુજરાતી, સંસ્કૃતના નાટકોના અનુવાદ અંગ્રેજીમાં કરીને ભજવ્યા હતા. તેમાંય હિંદના સ્થાનિક નટોને તૈયાર કરી તેમણે રાષ્ટ્રીય રંગભૂમિ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના પ્રયત્નોને અભિનંદન આપીને ભારતની રાષ્ટ્રીય રંગભૂમિના પ્રશ્નો વિશે ચર્ચા કરી છે. તે સમયે બંગાળમાં ચાલતા 'કલામંદિર' સંદર્ભે તેમણે માર્ગદર્શન આપ્યું છે.

'રંગભૂમિ પરિષદ' એ લેખમાં – રણછોડભાઈ ઉદયરામ દવેની જન્મશતાબ્દી નિમિત્તે ભરાયેલી રંગભૂમિ પરિષદ'નો અહેવાલ ઠરાવો, મુખપત્રનું અગત્ય, વિશે નોંધ કરી છે. 'સરસ્વતીચંદ્ર' નવલકથાનું નાટ્ય રૂપાંતર આર્યનીતિ દર્શક સમાજે સફળતાપૂર્વક ભજવ્યું તેની સમીક્ષા છે. ત્રણ અંકમાં મૂળ ગ્રંથનો પહેલો જ ભાગ