પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું વિચેચન ⬤ ૪૫
 

રસિક અને સંસ્કારી સેવા કરી અગર નામના મૂકી ગયા તે સહેલાઈથી સમજાય તેવું છે. તેમનામાં વાઘજીભાઈનું પાંડિત્ય, લાંબાં પ્રવચનો કે વસ્તુસંકલનાની ખાસ આંટીઘૂંટી નથી, પરંતુ રંગદર્શી વિશેષ કાલ્પનિક નાટિકાઓથી તેમણે મોટા લોકસમૂહને પોતાનાં મનોહર ગાયનોથી સવિશેષ આકર્ષણ કરેલું છે.'૩૪

'શેક્સપિયર સિવાયનાં નાટકોની રંગભૂમિ ઉપર અસર' લેખમાં અન્ય વિદેશી નાટકો નાટ્યકારોનાં રંગભૂમિ પર પ્રભાવની ચર્ચા કરી છે. જેમાં ફ્રેંચ 'મોલિયર'ના પ્રહસનો, કોન્ગ્રીવ, ગોલ્ડસ્મીથ શેરીડન આદિનાં નાટકો મરાઠી-ગુજરાતી રંગભૂમિ પર રૂપાંતરણ પામ્યાં છે. એલિઝાબેથ, પીઝારો, ડુમા, હ્યુગો આદિનાં નાટકો પણ ગુજરાતી મરાઠીમાં ઘણાં લોકપ્રિય થયાં હતાં તેની નોંધ તેમણે કરી છે.

રમણલાલ કે. યાજ્ઞિક એક સંયત સમીક્ષકની ઇમેજ ધરાવે છે. ગુજરાતી નાટ્યસમીક્ષકોમાં રમણલાલ યાજ્ઞિક જુદી જ છાપ ઊભી કરે છે. તેમણે ગુજરાતી નાટક અને રંગભૂમિની સમ્યક્ સમીક્ષા કરી છે. નાટકની પ્રત્યક્ષ સમીક્ષાની સાથે તેમણે નાટ્યપ્રયોગો વિશે પણ અસ્વાદમૂલક ચર્ચા કરી છે. નાટ્યસમીક્ષાના આદર્શની શોધમાં રમણલાલ યાજ્ઞિક પાસે અટકવાની ઇચ્છા થાય તેવું છે. તેમણે બહુધા ભજવાતાં નાટકો અને તત્કાલીન નાટકમંડળીઓનાં નાટકો ગીતો આદિની સમીક્ષા કરી છે. લોકપ્રિય નાટકોની લોકપ્રિયતા વિશે પણ તેમણે યોગ્ય સમીક્ષા કરી છે. અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો ઘડવામાં તેમની અભ્યાસદૃષ્ટિ છે. પ્રોડ્યુસર, ડાયરેક્ટર, કેથાર્સિસ જેવા શબ્દોના તેમણે પ્રયોજક, મહાપ્રયોજક, દર્શક, સૂત્રધાર ને મનપ્રસન્નતા જેવા શબ્દો પ્રયોજ્યા છે. ડૉ. આર. કે. યાજ્ઞિક વિશિષ્ટ પ્રકારના નાટ્ય સમીક્ષક છે.

પંડિતયુગના આ ત્રણ મહાનુભાવોએ નાટક વિશે સભાનતાપૂર્વકનું વિવેચન કર્યું છે. અન્ય વિવેચકો છે પણ નાટક ઉપેક્ષિત સ્વરૂપ હોય તેમ તેને બહુ ઓછા વિવેચકો ધ્યાનમાં લે છે. પંડિત કે સુધારક યુગની રંગભૂમિમાં ખાસ પરિવર્તન નથી આવ્યું. થોડી તરકીબો કલા-કસબ આદિનો વિકાસ રંગભૂમિ ક્ષેત્રે રહે છે. પણ તેનાથી નાટકને ઉપકારક વાત બનતી નથી. નરસિંહરાવ નોંધે છે તેમ 'દૃશ્ય સામગ્રીનો અતિરેક નાટકના મૂળ અર્થઘટનથી ભાવકને દૂર કરે છે.' રંગભૂમિનોય વિકાસ થવો જોઈએ અને નાટકોમાંય સાહિત્યગુણ સમૃદ્ધિ સાથે અભિનય ક્ષમતા વિશે પણ વિચારવું પડે. એકંદરે નાટકના સ્વરૂપને સમજાવતી, તેના બંધારણ અને અભિનય વિશે ચર્ચા કરતી વિવેચના પંડિતયુગમાં થઈ છે. સમર્થ નાટ્યકારો – કવિઓએ નાટકો લખ્યાં પણ રંગભૂમિ – ક્ષમતા વિશેનું – ભજવણી વિશેનું વ્યાવહારિક જ્ઞાન નહીં હોવાથી 'નાટક' તેના યથાર્થમાં લખાતું જ નથી. 'કાન્ત'નાં નાટકો ભજવવાનાં પ્રયત્નો થયા છે. 'રાઈનો પર્વત' પણ રંગભૂમિની અપેક્ષા સંતોષી