પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

શકતું નથી. આપણા સાક્ષર સર્જકોએ પણ નાટકને રંગભૂમિ પર ભજવણીક્ષમ બનાવવા માટે કરવી પડતી બાંધછોડ માટે તૈયારી કદી બતાવી નથી. રંગભૂમિ સાથે જોડાઈને કામ કરવાનું કદી સાક્ષરવર્યોએ કેમ નહીં વિચાર્યું હોય ? ન્હાનાલાલના 'જયજયંત'ને ભજવવાની ઇચ્છા તેમના સમકાલીન રંગકર્મી શ્રી સોમનાથ બ્રહ્મભટ્ટે વ્યક્ત કરી ત્યારે ન્હાનાલાલે કહ્યું હતું કે 'મારાં આ નાટકો તો ભવિષ્યની રંગભૂમિ માટે લખાયાં છે.' પછી 'જયાજયંત'ના વસ્તુમાં સહેજ ફેરફાર કરી ભજવણીક્ષમ નાટક બનાવ્યું ને ભજવાયું ત્યારે એ નાટક 'ઋષિશ્રુંગી' માટે ‘ઋષિશ્રુંગી સ્પેશયલ’ ટ્રેન દોડાવવી પડી હતી એ નોંધપાત્ર છે. નાટ્યકારોએ રંગભૂમિ પ્રત્યે સુગાળવી દૃષ્ટિ રાખી. મંચ સાથે રહીને મંચને કરામતો, મંચલિપિની વિશિષ્ટતાઓનો અભ્યાસ કરી નાટકો લખ્યાં હોત તો કદાચ નઠારી રંગભૂમિનું મેણું ભાંગ્યું હોત. આજેય આપણી પાસે મૌલિક નાટકો નથી. રંગભૂમિની દીર્ઘ પરંપરા હોવા છતાં આપણે 'ઉછીના'થી કામ ચલાવ્યું છે, તેમાં સર્જકોની અક્રિયતા જવાબદાર છે.

સંદર્ભસૂચિ

૧. સમાલોચક, ૧૮૯૬ – એપ્રિલ-જૂન – આ કાળના આપણાં આદિનાં નાટકો પૃ. ૪૮. ૨. એજન પૃ. ૫૦. ૩. સમાલોચક, ૧૮૯૭ - જુલાઈ-સપ્ટે. - આ. કાળના આપણાં આદિનાં નાટકો પૃ. ૯૬. ૪. એજન. ૫. અભિનય કળા પૃ. ૩. ૬. એજન પૃ. ૪. ૭. એજન પૃ. ૬. ૮. વસંત ૧૯૨૮, ‘કલા અને સત્ય' એ લેખમાંથી. ૯, એજન. ૧૦. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. ૧૧. એજન, ૧૨. વસંત-૧૯૨૩. ૧૩. ઍક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ પૃ. ૨. ૧૪. એજન પૃ. ૨. ૧૫. એજન પૃ. ૧૯૭. ૧૬. એજન પૃ. ૨૧૦. ૧૭. એજન પૃ. ૨૧૮. ૧૮. એજન પૃ. ૨૧૯. ૧૯. એજન પૃ. ૨૩૧. ૨૦. એજન પૃ. ૨૩૪. ૨૧. એજન પૃ. ૨૩પ. ૨૨. એજન પૃ. ૨૩૬. ૨૩. એજન પૃ. ૨૩૭. ૨૪. એજન પૃ. ૨૪૫. ૨૫. નાટક વિશે પૃ. ૮. ૨૬. એજન પૃ. ૩૦. ૨૭. એજન પૃ. ૩૬. ૨૮. એજન પૃ. ૩૯. ૨૯. એજન પૃ. ૪૬. ૩૦. એજન પૃ. ૬૦. ૩૧. એજન પૃ. ૭૩. ૩૨. એજન પૃ. ૭૪. ૩૩. એજન પૃ. ૯O. ૩૪. એજન પૃ. ૧૮૧.