લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું વિચેચન ⬤ ૫૩
 


ઉર્દૂ કહો તે રંગભૂમિ ઊભી કરી. ઘણાને પ્રેરણા આપી. એમાં નાટકશાળાની બાંધણી મિસ્ત્રી, સુથાર અને ચિત્રકારની મદદથી દંગ અને વિસ્મય પમાડે એવા અદ્‌ભુત સીનો અને એની અદલબદલ, જાતજાતના કીમિયા અજમાવાયા, અનેક પ્રકારના અખતરા રજૂ કરાયા, પૈસો પણ સારો પેદા થયો અને અમદાવાદ શહેરમાં પણ નવનવીન થિયેટર ક્રાફ્ટ વિકસ્યો.'૧૪ આમ રંગભૂમિના વિકાસને ચરમોત્કર્ષને આલેખે છે, પછી ૧૯૦૨થી તો ધંધાદારી રંગભૂમિનાં વળતાં પાણી થયાં. પડતીનાં કારણોમાં મુખ્ય 'શુદ્ધ ગુજરાતી રંગભૂમિ પર કૃત્રિમ – બેંતબાજી આવી, ઉર્દૂ ઝોક દાખલ થયો, એથી રંગભૂમિ તૂટી, ગુજરાતીઓએ ઉર્દૂ તખતો ઊભો કર્યો, ત્યાંથી જ ઉર્દૂ શાયરી અને બાંધણી ગુજરાતીમાં ઘૂસ્યાં અને મામલો બગડ્યો. ઉપરાંત સીન-સિનેરીનો અતિરેક, ઝાકઝમાળ અને એ માટેની જીવલેણ હરીફાઈઓમાં નાટક પરદે જ ઢંકાઈ રહ્યું, વિકસ્યું જ નહીં અને ક્ષય પેઠો.'૧૫

માત્ર ગુજરાતી તખ્તા પર જ નહીં પણ વિશ્વના તખ્તા પર આ ઘટના બને છે. ૧૯૦૦થી ૧૯૨૦ સુધી બધે જ ઇંગ્લેંડ, અમેરિકા, ચીનમાં પણ નવી રંગભૂમિનાં મંડાણ થાય છે. ચંદ્રવદન મહેતા 'કૉલેજ કન્યા' એ નાટકમાં ભજવાયેલાં કેટલાંક દૃશ્યો સામે મોરચો માંડે છે, ને રીતસરનું આંદોલન જૂની રંગભૂમિ સામે શરૂ થયું. ‘અખો' ૧૯૨૦માં ભજવાય છે. તે પહેલું અવૈતનિક રંગભૂમિનું નાટક છે. ચંદ્રવદન મહેતા પછી સાથે જોડાય છે કનૈયાલાલ મુનશી. રંગભૂમિ પર વાસ્તવિકતાનો ઝોક વધે છે. 'કાકાની શશી' જેવાં નાટકો ભજવાયા પછી એકાંકીનો ચાલ શરૂ થયો. જયંતિ દલાલ, ધનંજય ઠાકર આદિ અનેક સર્જકો અભિનેતાઓની નવી અવેતન રંગભૂમિ ફૂલીફાલી પરંતુ આ નવી રંગભૂમિ 'રંગભૂમિ' વિના જ પાંગરી હતી.

અગિયાર પ્રકરણમાં તેમણે ઇતિહાસનું આલેખન કર્યું છે. તેમાં તેમનાં નિરીક્ષણો ધ્યાનપાત્ર છે. નાટ્યવિવેચન ભાગ્યે જ કોઈએ કર્યું છે તેમ તેમનું કહેવું યથાર્થ છે. નાટક અને રંગભૂમિ વિશે તેમણે તેમનાં મંતવ્યો આપ્યાં છે. ઇતિહાસના આલેખનમાં તેમણે નાટ્યકૃતિ વિશે, પ્રયોગો વિશે ખાસ વાત કરી નથી. ભજવાતા નાટક વિશે નહીં પણ તે ભજવવા માટેના પ્રયત્નોની ચર્ચા તેમના આ પુસ્તકમાં છે.

ધનસુખલાલ મહેતા ગુજરાતી સાહિત્યમાં ભજવાતા નાટકોની ગંભીરતાપૂર્વક પૂરી સભાનતા સાથે સમીક્ષા કરે છે. તેમની સમીક્ષા એ માત્ર અવલોકન પરિચય જ નથી હોતો પરંતુ રંગભૂમિના વિકાસની ચિંતા, સમાજ પર રંગભૂમિની પડતી અસરો આદિ બાબતોની ચિંતા પણ તેમણે કરી છે. રંગભૂમિ એટલે ધનસુખલાલ મહેતાની દૃષ્ટિએ જ્યાં ગદ્યનાટકો ભજવાતા હોય, નૃત્ય સંગીત-મૂક નાટકો પણ જ્યાં પ્રસ્તુત થતાં હોય તેવી જગ્યા, નાટક વિશે જ્યારેપણ વાત કરે છે ત્યારે તેમણે નાટકને દૃશ્યકાવ્ય કહ્યું જ નથી.નાટક ને 'ગદ્ય નાટક' જ કહ્યું છે. 'નાટ્યવિવેક'માં