છે. સ્વ. ડાહ્યાભાઈ ઘોળશાજીના જીવન અને કાર્યક્ષેત્રનો પરિચય તેમણે આપ્યો છે. જૂની રંગભૂમિના ધુરંધર સ્થાપક, પ્રવર્તક, લેખક નિર્દેશક ડાહ્યાભાઈના વ્યક્તિત્વ અને કર્તુત્વનો વિશિષ્ટ આલેખ તેમના આ પરિચયાત્મક લેખમાંથી મળે છે. ડાહ્યાભાઈનાં ઉત્કૃષ્ટ કામને તેમણે યથાર્થ અંજલિ આપી છે.
'એક વાત : શતાબ્દી કોની ?' આ લેખ રંગભૂમિનાં સો વર્ષની ઉજવણી પ્રસંગે લખાયેલો છે. અહીં રંગભૂમિના આરંભ-વિકાસની તલસ્પર્શી છણાવટ, રંગભૂમિ પર પ્રગટ થતી કરામતો અને ભજવાતાં નાટકો વિશે વિસ્તૃત સમજણ આપવાનો પ્રયત્ન છે. રંગભૂમિના પ્રશ્નો – નિરાકરણોને તેમાંથી નિષ્પન્ન થતા નવા જ સ્વરૂપ સાથે આ નવા મંચ પર ઊભી થયેલી નવી જ સમસ્યાઓ. એમાંની એક અવાજ પહોંચાડવાની. નટે ઊંચા સ્વરમાં બધી જ વાત કરવી પડે. આથી તો કેટલાક કલાકારો સિંહનાદી ઍક્ટરો કહેવાતા. 'દર્શન'ની પદ્ધતિઓ ભજવાતાં નાટકો અને વધુમાં વધુ પ્રેક્ષકોને સમાવવાની માલિકોની વૃત્તિને કારણે અભિનયમાં આવતી કૃત્રિમતા આદિ પ્રશ્નોની ચર્ચા આ લેખમાં કરી છે. રંગભૂમિ અને પ્રકારની જડતામાં ફસાઈ ગઈ છે. કહેવાતું રસવૈવિધ્ય માની લીધેલી relif અન્ય રસથી મૂળ રસને પોષવાની યોજના, આંજી દેવાની વૃત્તિ આ બધું એક પ્રકારની સ્થૂળ અભિવ્યક્તિ તરફ દોરી જતું હતું ને સ્થૂળ અભિવ્યક્તિનું રંગમંચ પર જે એક જ પરિણામ આવે તે વિકૃતિ,' ૫૮ નાટક પોતાના મૂળ આશયને ભૂલીને કંઈક ભળતું વ્યક્ત કરવા માંડ્યું છે તેની ચિંતા કરતાં કહે છે : 'માનવીનાં બહુવિધ દર્શન કરાવવાને બદલે રંગમંચે લાકડાં અને લૂગડાંની કાયાના અનેકવિધ શક્ય-અશક્ય, સંભવિત-અસંભવિત દર્શન ભરપેટ કરાવ્યાં અને એ બધાં ઉદ્દીપનો અને વાજીકરણોના પ્રયોગોને કારણે તખ્તો એક જડ માળખું બની ગયો.'૫૯ ગુજરાતી રંગભૂમિ સાથે આ બન્યું. ભજવણીની વિશાળતા તો અન્ય પ્રદેશમાં ભજવાતાં નાટકો પાસે પણ હતી છતાં ત્યાં કેમ આ જડતા ન પ્રવેશીને આપણે ત્યાં જ કેમ એ પ્રશ્નના જવાબમાં તેમણે જે કહ્યું તેમાં તેમની રંગભૂમિના અભ્યાસથી ઘડાયેલી દૃષ્ટિ કામમાં આવે છે. અન્ય પ્રદેશની 'રંગભૂમિને આવી જડતામાં ફસાઈ જતાં બચાવનાર જે બળ : નાટકકારો, નાટક અને વિવેકભર્યો પ્રેક્ષક સમુદાય મળ્યા તે કમનસીબે ગુજરાતી રંગભૂમિને મળ્યા નથી. ગુજરાતી રંગભૂમિ કશા વિચિત્ર સંજોગે નટની રંગભૂમિ બની. એને અભિનય મળ્યો પણ નાટક ને મળ્યું.' આમ શતાબ્દી ઉજવણી વિશેના લેખમાં તેમની મુખ્ય ચિંતા 'નાટક' રહી છે. તેમણે અંતે એમ જ કહ્યું છે કે શતાબ્દી કોની ? નાટકની તો નહીં જ. તેઓ માને છે કે ગુજરાતી રંગભૂમિ પર હજી નાટક જગ્યું જ નથી. એમ કહેતી વખતે ભજવાતાં નાટકો – રંગભૂમિ પર ભજવાતાં નાટકો સિદ્ધનાટ્યનો અભાવ જ વ્યક્ત નથી કરતાં પણ સાથે રંગભૂમિએ