પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગંધીયુગમાં નાટક વિશેનું વિવેચન ⬤ ૭૭
 

કરેલાં ગ્રંથાવલોકનોમાં નાટકોની પ્રત વિશેનું અવલોકન કર્યું છે. પરંતુ નાટ્યને લગતું પ્રયોગલક્ષી વિવેચન કર્યું નથી. મનસુખલાલ ઝવેરી ક્યારેક નાટક વિશે તેમનું ચિંતન આપે છે. ચુનિલાલ મડિયા નાટક સાથે સંકળાયેલા છે. તેમણે ભજવાતાં નાટકો વિશે સમીક્ષા આપી છે. 'ગ્રંથગરિમા' તેમની સમીક્ષાનો સંચય છે. ભજવાતાં નાટકોની પ્રતની ને ક્યારેક ભજવણીની ચર્ચા તેમણે કરી છે. અહીં તેમના લેખોમાં માત્ર ગુજરાતી જ નહીં વિશ્વના નાટકોની ચર્ચા તેમણે કરી છે.

ગાંધીયુગમાં નાટ્યવિવેચનની એક અપેક્ષા બંધાય છે. જયંતિ દલાલ, ચંદ્રવદન મહેતા, જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતાએ પણ ભજવાતાં નાટકોની તેની પ્રક્રિયાની નટ-પ્રેક્ષક સંબંધની આદિ અનેક રીતે ચર્ચા કરી છે. જોકે નાટ્યસમીક્ષાનો આદર્શ હજી ક્યાંય પ્રગટતો નથી. નાટકની ભજવણી આવશ્યક અવશ્ય ગણી છે. પરંતુ આ ભજવણીમાંથી પ્રગટતા 'નાટક'ની સમીક્ષા હજી આપણને મળતી નથી. જયંતિ દલાલ, ચંદ્રવદન મહેતાની સમીક્ષાઓમાં આ પ્રકારની સમીક્ષા આપવાના પ્રયત્નો છે. જયંતિ દલાલની સમીક્ષાઓ અભ્યાસપૂર્ણ છે. ચંદ્રવદનની સમીક્ષાઓમાં અભ્યાસ ઓછો-આદર્શ અભિનિવેશ વધારે છે. જોકે નાટકની સમીક્ષામાં ચાલીસના પાંચસો દીવા, ફ્લડલાઇટ, ડ્રોપ, વિંગ આદિ શબ્દો, પ્રકાશઆયોજન, સંગીતનીયોજનીનો વિનિયોગ આદિ બાબતો આ બે મહામનાઓની સમીક્ષામાં જાણ થવા માંડે છે. અન્ય મહાનુભાવોએ એક યા બીજી રીતે નાટકના સ્વરૂપ, નાટ્યશાસ્ત્ર આદિની તાત્ત્વિક સૈદ્ધાંતિક સમીક્ષાઓ કરી છે. કૃતિલક્ષી પ્રત્યક્ષ સમીક્ષાઓમાંથીય નાટકના સાહિત્યિક સ્વરૂપની શક્યતાઓનો લેખકે – નાટ્યકારે કેવોક ઉપયોગ કર્યો છે તેની ચર્ચા મળે છે. નાટકનું સ્વરૂપ જૂની રંગભૂમિથી હોલમાં ભજવાતી નવી વેતન અવેતન રંગભૂમિ સુધી પહોંચ્યું છે ત્યારે નાટ્યવિવેચકોએ નાટકના વિકાસની ચિંતા અવશ્ય કરી છે પણ કશી દિશા ચીંધી આપી નથી. વિવેચકનું કર્તવ્ય સ્વરૂપની ચતુર્વિધ શક્યતાઓ ખોલી આપી કઈ દિશા નાટક માટે ઈષ્ટ છે તે દર્શાવવાનું છે. જયંતિ દલાલ જેવા વિવેચકથી એ કામ થયું. નવા 'એબ્સર્ડ' થિયેટર વિશે તેમણે નાટ્યકારોને જાગૃત કરતી સમીક્ષા કરી હતી. ઍબ્સર્ડ આપણે ત્યાં લાંબું ચાલી શકી નહીં તેવી તેમની ચેતવણીને નજરઅંદાજ કરવામાં આવી અને ગુજરાતી સાહિત્યમાં હંમેશ બને છે તેમ નાટકમાં અનુકરણધર્મી નાટ્યકારો ફૂટી નીકળ્યાં. જેણે ઍબ્સર્ડની સાચી અનુભૂતિ સમજ્યા વિના જ એ પીડા ભોગવ્યા વિના જ અસંબદ્ધની તીવ્ર અનુભૂતિને નાટકમાં વ્યક્ત કરવા માંડી. નાટકના વિકાસનાં અમૂલ્ય વરસો અને શક્તિશાળી પ્રતિભાઓ માત્ર ઍબ્સર્ડમાં વેડફાઈ ગઈ. ચંદ્રવદન મહેતાએ પણ આ ઍબ્સર્ડ વિશે ચિંતા કરી જ હતી, પણ નવા નાટ્યકારોને આમેય આજે સહુથી અઘરું હોવું જોઈએ તેવું સહેલું