લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

નોંધ્યાં છે. રૂપકનો સંબંધ નાટ્ય-તત્ત્વ સાથે છે ને ઉપરૂપકનો સંબંધ મુખ્યત્વે નૃત્ય સાથે છે તેવી નોંધ કરી છે.

ટ્રેજેડી, કોમેડી અને ટ્રેજી-કોમેડી નાટકોના સ્વરૂપ વિશે પછીની ચર્ચા ચાલે છે. અલબત્ત, તેના સ્વરૂપના પરિચય-વિકાસ સુધી અને કેટલાક પ્રભેદો સુધી આ ચર્ચા મર્યાદિત છે. નાટકના અન્ય પ્રકારોમાં ફાર્સ, મેલોડ્રામા, એકાંકી, રેડિયો નાટક આદિના સ્વરૂપ આકાર વિધાનનો પરિચય આપ્યો છે. નાટકનું વર્ગીકરણ આપતાં તેમણે 'આદર્શવાદી નાટક' વાસ્તવવાદી નાટક, પ્રતીકવાદી નાટક અભિવ્યંજનાવાદી નાટક અને ઍબ્સર્ડ નાટક એવું વિભાજન કર્યું છે. આ વર્ગીકરણમાં દરેક પ્રકારનાં નાટકોનાં વિષયવસ્તુ અભિવ્યક્તિ રીતિ અને પ્રેક્ષકો પર પ્રભાવના સંદર્ભમાં ટૂંકમાં ચર્ચા કરી છે.

અંતિમ પ્રકરણમાંથી નાટકના ઉદ્દેશ વિશે સમીક્ષા કરી છે. 'નાટકમાંથી સામાજિક નીતિનું પોટલું બાંધે છે કે આનંદનો ધોધ મેળવે છે, એ ચર્ચા કરવી કાંઈક અંશે બિનજરૂરી છે.'૬૯ આમ 'નાટ્યસ્વરૂપ' એ નાટકના સ્વરૂપ વિશેષ અંગે સૈદ્ધાંતિક વિચારણાનો ગ્રંથ છે. હસમુખ રાવળ સ્વરૂપ વિશે વિવિધ મંતવ્યોને સાથે રાખી ચર્ચા કરે છે. અલબત્ત, તેઓ સ્પષ્ટરૂપે કોઈ ચોક્કસ મંતવ્યને સિદ્ધ કે સાબિત કરતા નથી. નાટક દૃશ્યકાવ્યનું સ્વરૂપ છે તેવી વિભાવના સતત ચલાવતા હોવા છતાં નાટકની ગદ્યસ્વરૂપ સાથે તુલના કરી છે. નાટકમાં આનંદ કે ઉપદેશ બેમાંથી કયો મુખ્ય ઉદ્દેશ છે તે વિશે પણ તેઓ સ્પષ્ટ નથી. આ પુસ્તક સંસ્કૃત પરંપરા અને પાશ્ચાત્ય વિચારોનું સંકલન અવશ્ય કરે છે.

સંદર્ભસૂચિ

૧. આત્મનિવેદન પૃ. ૨૩. ૨. એજન પૃ. ૨૩. ૩. એજન પૃ. ૩. ૪. એજન પૃ. ૨૪. ૫. એજન પૃ. ૨૪. ૬. સાહિત્યવિમર્શ પૃ. ૯૨. ૭, એજન પૃ. ૯O. ૮. એજન પૃ. ૯૦. ૯. આકલન પૃ. ૧૦૪. ૧૦. એજન પૃ. ૧૧. એજન પૃ. ૧૨. એજન પૃ. ૧૩. બિન ધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ પૃ. ૨૩. ૧૪. એજન પૃ. ૨૫ ૧૫. એજન પૃ. ૨૬. ૧૬. નાટ્યવિવેક પૃ. ૮. ૧૭. એજન પૃ. ૧૬. ૧૮. એજન પૃ. ૨૧. ૧૯, એજન પૃ. ૨૪. ૨૦. એજન પૃ. ૨૫. ૨૧. એજન પૃ. ૨૭. ૨૨. એજન પૃ. ૨૮. ૨૩. એજન પૃ. ૨૮, ૨૪. એજન પૃ. ૪૫. ૨૫. એજન પૃ. ૪૬. ૨૬. એજન પૃ. ૪૭. ૨૭. એજન પૃ. ૧૦૨. ૨૮. એજન પૃ. ૧૦૪. ૨૯. એજન પૃ. ૧૦૪. ૩૦. એજન પૃ. ૧૬૮. ૩૧. એજન પૃ. ૧૦૬, ૩૨. નાટ્ય ભજવતાં પહેલાં પૃ. ૧૧. ૩૩. એજન પૃ. ૧૮. ૩૪. એજન પૃ. ૨૪. ૩૫. એજન પૃ. ૨૪ પૃ. ૨૭. ૩૬. એજન પૃ. ૨૮. ૩૭. વાઙ્‌મય ચિંતન પૃ. ૧૦૭. ૩૮. એજન પૃ. ૧૦૮. ૩૯. એજન પૃ. ૧૧૧. ૪૦ એજન પૃ. ૧૧૩. ૪૧. એજન પૃ. ૧૧૫. ૪૨. એજન પૃ. ૧૧૭. ૪૩. એજન પૃ. ૧૨૪. ૪૪. એજન પૃ. ૧૨૮. ૪૫. એજન પૃ. ૧૨૯. ૪૬. એજન પૃ. ૧૩૦. ૪૭. એજન પૃ. ૧૩૦. ૪૮. એજન પૃ. ૧૩૧, ૪૯. એજન પૃ. ૧૩૫. ૫૦. એજન પૃ. ૧૪૦. ૫૧. એજન