પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૪)

૧૪ હું અહી ભણવા આવું છું. નિશાળે આવી અમે અમારા એરડામાંથી પૂંજો કાઢીએ છીએ. અમનેગંદરડાગમતા નથી. પછી અમે પાથરણાં પાથરી મેસીએ છીએ. પેલાં ઢાળિયાં છે. એ ઢાળિયાં પર પાટી મૂકી અમે લખીએ છીએ. પેલા મેટા પાટિયા પર ગુરુજી લખેછે. એ પાટિયા પર ચાકથી લખાય. તે ગુરુજી બહુ સારા અક્ષર લખે છે. અમને સારા અક્ષર લખતાં શીખવે છે. ગુરુજી અમને સારી સારી વાતા કહે છે. મને વાતા સાંભળવી બહુ ગમે છે. વળી ગુરુજી અમને કવિતા ગવડાવે છે. છગનભાઈ મને વાંચતાં આવડે છે. અમને નિશાળે જવું બહુ ગમે છે.