પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૪૩)

X3 તેજસ્વી નથી. સૂર્યના તડકા ગરમ છે, પણ ચંદ્રની ચાંદની તાઠંંડી હોય છે. ઠંડી સફેદ ચાંદની બહુ સારી લાગે છે. ચાંદનીમાં રમતા રમવાની બહુ મજા પડે. ધીરેધીરે રાતે આકાશમાં તારા દેખાય છે. સૂર્ય આથમે છે એટલે તે ડાકિયાં કરવા માંડે છે. ચંદ્ર ઊગ્યા હાય ત્યારે પણ તારા તા દેખાય છે. ચંદ્ર ન હાય ત્યારે તે તે બહુ દેખાય છે. ચમકતાતારાની ૮૫કીઓથી આકાશ બહુ સુંદર દેખાય છે. સવારે કંઈ તારા જતા રહેતા નથી. તેઓ આકાશમાં તા હોય છે, પણ સૂર્યના તેજને લીધે દેખાતા નથી.