પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચોપડી શીખવવાની રીત

આ ચાપડીના પાઠો લખવામાં પહેલી આવૃત્તિની પ્રશ્નોત્તર પદ્ધતિનો ત્યાગ કર્યો છે, છતાં શિક્ષક તે પદ્ધતિએ શીખવે એમ ખાસ ભાર મૂકીને હું સૂચવું છું. એ પતિના યોગ્ય ઉપયોગ થઈ શકે તેટલા માટે શિક્ષકે પાઠ ઘેરથી વાંચીને આવવું તથા તે પાઠ શીખવવા માટે જોઈતાં સાધનો લઈ વર્ગમાં જવું. પાઠમાં આવતાં સાધનો બતાવીને અને તેના પર સવાલ જવાબ કરીને તે પાઠની વસ્તુનો સારો પરિચય કરાવવો. પછી શિક્ષકે ભાવદર્શક રીતે તે પાઠ વાંચી જવો અને ત્યાર બાદ છોકરાંઓ પાસે વંચાવવો, વર્ગમાં પાઠનું વાચન થઈ ગયા પછી પાછા સવાલ જવાબ કરવા. થોડાક મહાવરા પછી છોકરાંઓને માંહોમાંહે સવાલ જવાબ કરવા. ઉત્તેજવાં. વિરામચિહ્નો વગેરેના ભાવ સાથે બાળક વાંચી શકે તેની કાળજી ખાસ રાખવી. રાગ કાઢીને અને સંબંધ વગર છૂટા શબ્દો બોલી વાંચવાની ટેવ બાળકાને ન પડે તે બાબત શિક્ષકે ખાસ ચીવટ રાખવી. તેમ જ ઉચ્ચારના દોષો સુધારવા તરફ્ ખાસ લક્ષ આપવું.

લેખન : પાઠ વંચાઈ રહ્યા પછી પાઠમાં આવતા નવા શબ્દો પાટિયા ઉપર લખવા અને તે જોઈ જોઈ ને ત્રણ ત્રણ વાર કે પાંચ પાંચ વાર છોકરાંઓ પાસે પાટી પર લખાવવા. શબ્દો સારી પેઠે આવડયા પછી એ શબ્દો આવતા હોય એવાં નાનાં વાક્યો લખાવવાં, શરૂઆતમાં લેખનની ઝડપ કરતાં સારા અક્ષર, શુદ્ધ જોડણી તથા સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું.

છોટાલાલ બાળકૃષ્ણ પુરાણી