પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૬૪)

જઈ તેમણે રમવા માંડયું. પહેલાં તે કૂંડાળું વળી ઊભા રહ્યા. પછી એક- એકના હાથ ઝાલી, ઉછાળી તાળીઓ પાડવા લાગ્યા. કેાઈ ઊંધે હાથૈ તા કેાઈ ચન્ને હાથે તાળી પાડે. ચત્તા હાથ એછા હાય તે। તે પાકી ગયા ગણાય, અને ઊંધા હાથ આછા હૈાય તેા તે પાકી ગયા ગણાય. છેલ્લા રહે તેને માથે દાવ આવે. પાકતાં પાકતાં મનુને માથે દાવ આવ્યેા. પછી ચમન નામના એક છેક મનુની પાસે સાત તાળી આપવા આવ્યા. ખીજા બધા છોકરા આઘે જઈ ઊભા રહ્યા. ચમને છતાળી આપી અને પૂછ્યું’, ‘કઢા કે કઢી?’ મનુએ કહ્યું, ‘કઢી,’ પછી ચમને કહ્યું, ‘જો પેલા કાગડા ઊડે.’