પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૬૮)

શાંતિ—હા, ભાઈ! ચાલા, ચાલા. શાંતિલાલ તથા તેના ભાઈ કાંતિલાલ દોડતા દોડતા મદારી ખેલ કરતા હતા ત્યાં ગયા. શાંતિ—ભાઈ, પેલા માણસ કેણુ છે? કાંતિ—એ મદારી છે; એ ખેલ કરે છે. શાંતિએ શું વગાડે છે? કાંતિ—એ ડુગડુગી વગાડે છે. જો, એના હાથમાં પેલી ડુગડુગી છે. શાંતિ—ભાઈ પેલુ વાંદરું છે? કાંતિ—ના ભાઈ, એ માંકડું છે. વાંદરાનું માં કાળુ હાય અને પૂછડું લાંબુ હેાય; પણ આવુ માં તેા લાલ છે અને પૂછ્યું ટૂંકું છે.