પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૨)

ઘેર રમવા ગયેા. મગનનાં દાદીમા કાંતતાં હતાં.

રમણ-મગનભાઈ, પેલુ' શું છે?

મગન એ રેંટિયો છે.

રમણ-એનાથી શું થાય છે?

મગન—એનાથી કંતાય છે. જો,પેલાં માજી શું કરે છે?

રમણ—તે તો એક હાથે પેલું ચક્કર ગોળ ગોળ ફેરવે છે, અને બીજે હાથે પેલા રૂમાંથી લાંબા તાર ખેંચે છે.

મગન-રમણભાઈ, એ રૂ નથી. એ તો પૂણી કહેવાય. જો, આ રૂ છે, અને આ પૂણી છે.

રમણ—એ પૂણી શાની બને?

મગન—પૂણી રૂની બને.