પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૩

છે. એ હારો એક પછી એક ઊંચી થતી જાય છે. દુકાનદાર ફળ વેચે છે. પેલા ભાઈ ફળ લેવા આવે છે. આ ભાઈ ફળ લે છે. એ તેના ઘરાક કહેવાય. જુઓ, દુકાનદાર પેાતાના ઘરાકને હસતે મોઢે બોલાવે છે. પેલા ભાઈ કેરીઓનો ભાવ પૂછે છે. એ શું કહે છે તે સાંભળેા.

ઘરાક-ભાઈ,આ કેરીઆ કેમ આપી ? ડઝન કેરીની શી કિંમત છે?

દુકાનદાર-જુઓ ભાઈ, આ રસની કેરી છે. એ આનાની દોઢ શેર છે. આ એના કરતાં સારી છે, એ આનાની શેર છે. પેલી કેરીઓ કાપીને ખાવાની છે. એ તોળીને વેચતા નથી, પણ ગણીને