પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૬

ચડતો ચડતો તે માથા પર આવ્યો. સાંજના વળી પાછો તે નીચે ઊતર્યો, પણ આ વખતે તે સવારે હતો તેની સામી બાજુએ આવ્યો હતો. આ જોઈ ચંપકને બહુ નવાઈ લાગી.

તેણે મનમાં ખૂબ વિચાર કર્યો અને આખરે ઝાડની એક સૂકી ડાળીથી વાડાની ધૂળમાં એક ચિત્ર દોર્યું, એટલામાં તેના બાપા ત્યાં આવ્યા.

બાપ-ચંપકભાઈ, તું શું કરે છે?

ચંપક—બાપાજી,સૂરજ તો આકાશમાં ચાલે છે! રોજ આમથી નીકળી આમ જાય છે.

બાપ—ચંપક, સવારના સૂરજ જે બાજુ દેખાય છે, તે પૂર્વ દિશા કહેવાય છે.