પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨

કર લાટ દેશના રાજાએ મૂળરાજપર એક ખોડ વાળા હાથી બક્ષીસ મેાકલ્ચા. આથી મૂળરાજને એમ લાગ્યું કે લાટના રાજાએ જાણી જોઇને તેની હાંસી કરી છે તેથી તે તેના ઉપર ક્રોધે ભરાયે. પેાતાના કુંવર ચામુંડને સાથે લઈ તેણે લાટ પર વારી કરી લાટના રાજાને હરાવી મારી નાખ્યું, અને તેના મુલક તાબે કર્યાં. મૂળરાજે ઈ. સ. ૯૪૨ થી ૮૦ સુધી એટલે પંચાવન વર્ષ રાજ્ય કર્યું. યુવાનીમાં પોતાના મામા, મામી તથા બીજા માસાળીઓને મારી નાખ્યાં હતાં તે પાપને માટે તેને ઘડપણુ- માં બહુજ પતાવા થયા. પાપ ધાવાને માટે તે તીર્થ સ્થળોએ ભટકવા લાગ્યા. પણ ઘડપણ થવાથી વધારે મુસાફરી તેનાથી થઈ શકી નહિં તેથી તે છેવટે સરસ્વતીને કાંઠે આવેલા શ્રીસ્થળ ( સિદ્ધપુર)માં જઈ વસ્યા, ને ત્યાં મહાદેવનું મારું શિવાલય રૂદ્રમાળ ખંધાવવાનું શરૂ કર્યું ( એ રૂદ્રમાળ બંધાઈ રહેતાં પહેલાં એનું મરણુ થયું. સિદ્ધરાજ જયાસંહે તે પુરૂં કરાવ્યું, ) ઊત્તર તથા પૂર્વના પવિત્ર તીર્થ સ્થળેમાંથી તેણે વિદ્વાન બ્રાહ્મણા ખેલાવી તેમને શ્રીસ્થળ, સિહેર તથા સ્થંભતીર્થ (ખંભાત) ને આજી- ખાજીના બીજા ગામા બક્ષીસ આપ્યાં. આ બ્રાહ્મણીના વંશના અત્યારે ગુજરાતમાં ઔદ્દિચ્ય (ઉત્તરમાંથી આવેલા) નેાજીઆ ( કનાજથી આવેલા ) તથા શ્રીગેડ ( પૂર્વમાં બંગાળાના ગાઢ પ્રાંતમાંથી આવેલા ) બ્રાહ્મણના નામથી આળખાય છે.