પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮

૩. વાર્તા ૧૫. કરણ અને મીનળદેવીનાં લગ્ન ભીમદેવને ત્રણ રાણીઓ હતી. એકનું નામ બકુલાદેવી, બીજી ઉદયામતી ને ત્રીષ્ઠ મૂળાજની મા. બકુલાદેવીના પુત્રનું નામ ક્ષેમરાજ, ઉદયામતીના પુત્રનું નામ કરણુ. મૂળરાજ તા પિતાની હયાતીમાંજ મરણ પામ્યા હતા. તેથી ક્ષેમરાજ જે પાટવી હતા તેના ગાદી ઉપર હક હતા. પશુ ઉદયામતી રાજ્યની માનીતી રાણી હતી તેથી રાજાને વિચાર તેના કુંવર કરણને ગાદી આપવાના હતા. પાટવી કુંવર ક્ષેમજે એ જાણી એટલે તેણે ઉદાર મન બતાવી ગાદી પરથી પેાતાના હક ઉઠાવી લીધા અને પાતે સરવતી ક્વિારે મુરિશ્વર નામના પવિત્ર તીર્થંમાં જઈ વસ્યા. આ સ્થાન ધિસ્થળ અથવા દેથળી ગામની પાસે છે. તેથી કરણે ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને એ ગામ બક્ષીસ આપ્યું જેથી કરી દેવપ્રસાદ ત્યાં રહી પોતાના પિતાની સેવા ચાકરી કરી શકે. વાત આ વખતે દક્ષિણમાં કર્ણાટક પ્રાંતના ચંદ્રપુર નગરમાં જયકેશી નામે રાજા રાજ કરતા હતા. તે રાજાને મીનળદેવી નામે એક કન્યા હતી. મીનળદેવીની ભર માટી થવા આવી તો પણ તેનાં લગ્ન થયાં નહેાતાં, તે જ્યારે જ્યારે તેના લગ્નની વાત થતી ત્યારે તે નાપાડતી ને કહેતી કે મને મનગમતા વર મળશે ત્યારેજ હું લગ્ન કરીશ. એક રાત્રે તેણે સ્વપ્નમાં એક પુરૂષ સાથે લગ્ન કર્યું. સવારે જાગૃત થતાં તેણે પાતાના પિતાને