પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧

વાર્તા ૧૬. મીનળદેવીના રાજકારભાર કરણરાજામરી ગયેા ત્યારે સિદ્ધરાજ નાની ઉમ્મરના હાવાથી રાજાની મા મીનળદેવી મુંજાલ અને શાંતુ નામના બે પ્રધાનાની સહાયથી રાજ્યકારભાર ચલાવવા લાગી. મીનળદેવી બહુ ડાહી તથા હુશિયાર હતી. તેણે સિદ્ધરાજને બહુ ઉંચા પ્રકારની આપી અને તેના જ્ઞાનમાં વધારો કરવા તેને લઈ ગુજરાતમાં ફરવા નીકળતી હતી. તેને નવા નવા સ્થળે। બતાવી લાકાની સ્થિતિથી વાંકેફ્ કરી ચતુર બનાવવા ખાળ રાજાને લઈ રાજમાતા મુસાફ્રીએ નીકળી હતી. તે વખતે માળવાના રાજા નરવર્માએ ગુજરાતપર ચઢાઈ કરી. તેની સામે લડાઈ ન કરતાં શાંતુ પ્રધાને તેને પુષ્કળ દ્રવ્ય આપી પા વિદ્યાય કર્યો. લૉકાના સુખને માટે મીનળદેવીએ મોટા બે તળાવા બંધાવ્યા. એક વીર્- મગામમાં મીનલસર જે આજે સુનસરના નામથી ઓળખાય છે, તે ીજું ધોળકામાં મલાવ તળાવ. મલાવ તળાવ ખાઁધતાં પહેલાં તેના નકશો તૈયાર કરવામાં આવ્યા હતા. વચમાં એક ગુણકાની જમીન આવતી હતી. એ જમીન લેવાય તેજ તળાવના આકાર સુંદર અને એ જગ્યા ના લેવાયતા તળાવના આકાર કઢંગા થાય એમ હતું. મીનળદેવીએ ગુણકા પાસે તે જમીન વેચાતી માંગી. પણ તેણે તે વેચાતી આપવાની નાપાડી. રાણીએ પુષ્કળ દ્રવ્ય આપવા જણાવ્યું પરંતુ તેણે પેાતાની હઠ છેાડી નહિ. રાણી ધારત તે ગુણુકા પાસેથી