પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨

તે જમીન જોરજૂલમથી લઈ શક્ત, પણ ભલી ને ન્યાયી રાણીએ તેમ ના કરતાં તળાવ વાંકુ બંધાવ્યું. આ બનાવથી હજી પણુ ગુજરાતમાં કહેવત ચાલે છે કે “ ન્યાય જોવા હાય તે મલાવ તળાવ જુઓ.” સિદ્ધરાજ માટી ઉમ્મરના થયા ત્યારે મીનળદેવી તેની સાથે ઞામનાથની જાત્રા કરવા નીકળી. ગુજરાત અને કાઠીવાડની સરહદપર ધોળકાથી આશરે વીસ માઈલપર ભાલાદ નામે ગામ છે ત્યાં તે આવી પહોંચ્યા. સામેશ્વરના જાત્રાળુઓ પાસે ત્યાં આગળ કર લેવામાં આવતા હતા. ધણા ગરીખ લૉકા ફર આપ- વાની તેમની અશક્તિને લીધે આગળ ના જતાં નીસાસા નાંખી પાછા ફરતા રાણીના જોવામાં આવ્યા. આ જોઈ દયાળુ રાણીને બહુજ લાગી આવ્યું. તેણે તે કર માફ કરવાની સિદ્ધરાજને વિનંતી કરી. સિધ્ધરાજે ભાલાદના વહીવટદારને બોલાવી કરની રકમ કેટલી થાય છે તેના આંકડા મંગાવ્યા. વહીવટદારે જણાવ્યું ૐ જાત્રાના વેરાની વાર્ષિક આવક બતાખ રુપીઆ ઉપજે છે. પણ પેાતાની વહુાલી માને ખુશ રાખવા તેણે તે કર માફ કર્યાં. વાર્તા ૧૭. રાણકદેવીની વાર્તા સિંધપ્રાંતનાં એક ગામમાં શેરપાવર નામના એક નાના ડાકાર રાજ્ય કરતા હતા. તેની સ્ત્રીએ એક કુંવરીને જન્મ આપ્યું. તેના જન્માક્ષર જોઈ જોશીએ કર્યું આ