પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩

કન્યા એવી ક-પગલાની છે કે જેને ઘેર જરી તેનું તે સત્ય- નાશ વાળો. આ ભવિષ્ય વાણી સાંભળી ઢાકારે પેાતાની કુંવરીને જંગલમાં માલાવી દીધી. જંગલમાં આ કુંવરી હડમત નામના એક કચ્છી કુંભારના જોવામાં આવી. હડમત કુંભારે એ કન્યાને પાતાને ઘેર આણી ઉછેરી માટી કરી, ને તેનું નામ રાણક દેવડી પાડ્યું. કન્યાની ખુબસુરતી જોઈ કચ્છના રાજા લાખાએ તેનું માણું કર્યું. રાજાની બીકથી કુંભારે હાતા પાડી. પરંતુ તેના વિચાર પેાતાની પુત્રીને રાજાને દેવાના નહતા. તેથી તે કચ્છમાંથી છાનામાને નાસી ગયા. અને સારામાં આવી મઝેવડી નામના ગામમાં રહ્યા. ત્યાં તે સિદ્ધરાજની નજરે પડી. સિદ્ધરાજ તેની સાથે પ્રેમમાં પડ્યો અને પાતાના ખારાટની મારફતે તેનું માગું કર્યું. હડમતે વિચાર કર્યો કચ્છના રાજાને નાખુશ કરી હું અહીંઆ નાસી આવ્યા છું હવે સિધ્ધરાજને ના ડ્ડીશ તે ક્યાં જઈને રહીશ : ' આથી તેણે સિધ્ધરાજનું માંગુ મ્બુલ રાખ્યું. રાણુક દેવડીને ગુજરાતની રાણીને ચેાગ્ય કેળવણી આપવા સિધ્ધરાજે એક વૃદ્ વિદ્વાન બ્રાહ્મણને રાખ્યા. હવેથી તેને લૉકા રાણક દૈવડીને બદલે રાણકદેવી કહેવા લાગ્યા. એવામાં જુનાગઢના રાજા રાખેંગારના તે જોવામાં આવી. તે પણ તેની સાથે પ્રેમમાં પડ્યો. તેની ને સિધ્ધરાજ વચ્ચે જીનું વેર હતું અને સિધ્ધરાજનું નાક કાપવાની તેણે પાતાના પિતા રાનવધ- શુની સમક્ષ તેની મરણ પથારીએ પ્રતિજ્ઞા લીધી હતી. તેથી તેણે રાણકદેવડીનું હરણ કર્યું ને તેને જુનાગઢ લાવી તેની સાથે લગ્ન કર્યું. લગ્નની ખુશાલીમાં તેણે આખા નગરને જમવાનું