પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦

તેણે મહાન વિદ્વત્તા પ્રાપ્ત કરી, બધાને ચકિત કરી નાંખ્યા. આથી એમનું નામ હેમચંદ્ર ( સાનાને ચંદ્ર ) પાડવામાં આવ્યું. અને ઇતિહાસમાં તે હેમાચાર્યના નામથી પ્રખ્યાત છે. એકવીસ વર્ષની ઉંમરે હેમચંદ્રે સર્વે શાસ્ત્રમાં પ્રવીણતા મેળવી, આચાર્યપદ પ્રાપ્ત કર્યું. તેમની વિદ્વત્તા તથા બુફ્રિબળને લીધે સિદ્ધરાજના દારમાં તેમનું બહુજ માન હતું. તેમણે વ્યાકરણનું એક અતી વિદ્વત્તા ભરેલું પુસ્તક રચ્યું છે. આ પુસ્તકને હાથીપર મુકાવી સિદ્ધરાજે તેને વધૈડા કાઢી આપ્યા પાટણ શહેરમાં ક્ન્યા હતા. એ પુસ્તક સાથે તેમણે પાતાનું તથા સિદ્ધરાજનું નામ જોડી પુસ્તકનું નામ સિદ્ધહૈમ પાડ્યું છે. આ ઉપરાંત તેમણે બીજાં ઘણાં પુસ્તકા રચ્યાં છે. ખાસ કરીને તેમના જૈન સાધુઓના જીવન ચરિત્રના ગ્રંથ બહુ પ્રખ્યાત છે. આપણી ગુજરાતી ભાષામાં હેમાચાર્ય આદી લેખક છે. તે જ્યાતિષશાસ્ત્રમાં પણ પ્રવીણ હતા. અને તેમશું ભવિષ્ય ભાખ્યું હતું કે કુમારપાળ ગુજરાતના રાજા થશે કુમારપાળની હેમાચાર્યપર અત્યંત શ્રદ્ધા હતી. અને તેમની અસરથી તેણે જૈનધર્મ સ્વીકાર્યા હતા. હૈમાચાર્યની અદ્ભુત શક્તિની અને તેમણે કરેલાં ચમત્કારીક કામેની ગુજરાતમાં અનેક વાતા ચાલે છે. એમના મચ્છુ સંબંધી પણ અનેક ખરી ખોટી વાર્તા ચાલે છે. તેમનું ભરણુ સંવત ૧૨૨૯ (ઇ, સ. ૧૧૭૨ )માં ૮૪ વર્ષની ઉમ્મરે થયું.