પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮

19. વાર્તા ૩૧. કૌળાદેવી અને દેવળદેવી. કરણ રાજાના નાસી ગયા પછી મુસલમાન લર અહિલ- વાડમાં પેઠું. રાજ્યમહેલના કબજો લીધા અને રાજાની માનીતી રાણી કૌળાદેવી જે ખૂહુજ સુંદર હતી તેને પકડી બાદશાહ પાસે દિલ્હી મેાકલાવી દીધી. દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખીલજીએ આ સુંદર રજપુતાણી સાથે લગ્ન કર્યું. પેાતાના સૌંદર્ય તથા ઢાંશીરીને લીધે થાડા વખતમાં તે બાદશાહુની અત્યંત માનીતી બેગમ થઈ પડી. તેને આગા ધણી બાગલાણના કિલ્લામાં ભરાઈ બેઠા હતા, તેની દીકરી દેવળદેવી કરણની પાસે હતી, એ વાત તેના જાણવામાં આવી હતી. ગુજરાત જીતી લીધા પછી મુસલમાનાએ ખંભાત જઈ તે શહેર લૂંટ્યું. અને ત્યાંના એક મુસલમાન વહેપારીને ત્યાં એક રૂપાળે છેકરા ગુલામ તરીકે રહેતા હતા તેને પકડી દિલ્હી માલાવી દીધે. આ કરાનું નામ કાકુર હતું. દિલ્હીમાં તે પણ કૌળાદેવીની માફક બાદશાહના માનીતા થઈ પડ્યો. અને મલેક ઠાકુરના નામથી ઓળખાવવા લાગ્યા. બાદશાહે તેને માઠું લશ્કર આપી દક્ષિણ જીતવાને માકલ્યા. બાદશાહનું લકર દક્ષિણ તરફ જાય છે એ વાત કોળાદેવીએ જાણી ત્યારે તેણે બાદશાહને વિનંતી કરી કે મારી દીકરી દેવળ- દેવી પેાતાના બાપ કરણ પાસે ભાગલાના કિલ્લામાં રહે છે તેને પેાતાની સાથે દિલ્હી તેડી લાવવા મલેક કાકુરને હુકમ આપે. કૌળાદેવીની મરજી પ્રમાણે બાદશાહે કાકુરને હુકમ આપ્યા.