પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯

Ge રાજા કરણ આ વખતે દેવગીરીના રાજા રામદેવને આશરે રહેતા હતા. રામદેવના પુત્ર શંકરદેવ અને દેવળદેવી વચ્ચે પ્રીતિ થઈ અને રામદેવે પાતાના કુંવર શંકરદેવ માટે દેવળદેવીનું માથું ર્યું. આવા સંકટના સમયમાં પણ કરણ રાજાએ પેાતાના કુળનું અભિમાન છેડ્યું નહાતું. તેથી તણે પાત્તાની કુંવરીને શંકર દેવ સાથે પરણાવવાની ના પાડી. હવે એને ખબર પડી કે કૌળાદેવીના હુકમથી મુસલમાન લશ્કર દેવળદેવીને દિલ્હી પકડી જવા આવે તેથી તેણે દેવળદેવીને શંકરદેવ સાથે પરણાવવાનું કબુલ કર્યું. આણી તરફથી મલેક કાકુરના હુકમથી ગુજરાતના સુબા અલફખાનનું લશ્કર દેવળદેવીને પહેવા ખાગલાણુ તરફ આવ્યું. રાજા કરણે બેમાસ સુધી અલકખાં સાથે બહુ બહુાદુરીથી લઢી ટકકર ઝીલી. એવામાં દેવગીરીના રાજાએ પાતાના પુત્ર ભીમદેવને લશ્કર આપી દેવળદેવીને દેવગીરી તેડી લાવવા મેકક્લ્યા. ભાગલાણુથી દેવ- ગીરી આવતાં રસ્તામાં દેવળદેવી મુસલમાનાના હાથમાં પકડાઈ ગઈ, તેને દિલ્હી મેાલી દેવામાં આવી. દેવળદેવીનું રૂપ જોઈ પાદશાહુના પુત્ર ખીજરખાં તેનાપર મોહી પડ્યો. દેવળ- દેવીની પણ તેનાપર પ્રીતિ થઈ. પરંતુ અંતેની માએના વિચાર આ લગ્નની વીરૂદ્ધ હતા. પાતાની પ્રીતિમાં આમ ભંગાણુ થવાથી બંનેના શરીરા ક્ષીણ થતાં ગયાં. આખરે તેમના લગ્ન કરવામાં આવ્યાં. ફારસી ભાષામાં દિલ્હીના રાજ્યકવિ ખુશએ મુસલમાન શાહુજીંદા ખીજરખાં તથા રજપુત કન્યા દેવળદેવીના પ્રેમ વિષે એક સુંદર કાવ્ય રચ્યું છે.