આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૮ ]
અસબાબ અમીરી આપનાઃ
ગુલશન અનાર ગુલાબનાઃ
સીસા સુરેખ શરાબનાઃ
સૌ આપ ભોગવજો અહીં.
અર્જી લખો મુજ યારને:
ગમખ્વાર દિલ હુશિયાર છેઃ
લે—લે ઘસી હથિયારને:
લાવો : કરૂં છેલ્લી સહી.
થાતાં ઝબેહ ન કરું રુદન:
પહોંચાડજો હસતાં નમનઃ:
દિલબર હુઝુર બે-બે સુખનઃ
'ગરદન ગઝબ તલપી રહી.'
કોણે કહ્યું દિલદારને—
'દે દિલ દિવાના યારને?'
જા ! ના કહે: ન રહમ કરે:
મારું જિગર ખંજર મહીં.
ના ! ના ! હવે બોસા ન દે:
પહેરું સુખે કફની ભલે:
બીજી ફિલસૂફી ન ખપે મને:
'હાં! જા ! કહે, કાસદ! જઈ.
ના ! ના-અરે-ખપનું કફનઃ
ના ! ના–ભલે-કરજો દહન
ચાહવું અને મળવું વતનઃ
આશા કતલખાને રહી.