પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૯ ]


શાયદ અજાયબ આદમીઃ
ગમી યા ગમી કે ના ગમીઃ
પણ–ભાવતી કાતિલ ઝમીં:
કુરબાની ગમી ત્યાં ખુશ થઈ.

દશ લાખ ઘા દિલમાં પડ્યા:
રૂઝયા, ફરી ફરી ઊબળ્યા:
લહાવા નવા કૈં કૈં મળ્યાઃ
લઉં છેલ્લી લહાણ પતી જઈ.

માશૂક ! હુસેની બાદશાહ !
સાગર ! ફકીરી ઈશ્કરાર !
દરગાર બસ મુજ કત્લગાહઃ
લઈ બંસી ચલ ! ગા તૂંહિ ! તૂંહિ !


૭૦ : જોગીની ગઝલ


જનમના જોગીડા છઈએ : અમે તો જોગીડા છઈએઃ
ખુદાના ખુદ બન્યા છઈએઃ જનમના જોગીડા છઈએ.

સનમના જોગીડા છઈએ:
સનમના જોગીડા છઈએ.

અનલહકમાં મચ્યા રહીએ:
જનમના જોગીડા છઈએ.

અમે જૂના જમાનાના
શરાબી આદમી છઈએ: