પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૦ ]


ડૂબેલા ઈશ્કને દરિયે
જનમના જોગીડા છઈએ,
 
ફકીરી હાલમાં ફરીએ:
ન પર્વા કાલની કરીએ !:

ખુદા દિલબર સનમ કરીએ:
જનમના જોગીડા છઈએ.

ભલે રડીએ, ભલે હસીએઃ
ભલે પડીએ, ભલે ચડીએઃ

મગર ના ! ના! નહીં ડરીએઃ
જનમના જોગીડા છઈએ.

નહી ! નહીં નોકરી કરીએ :
અસલ મસ્તાન દિલ છઈએ.

જુલમ જૂઠા નહીં સહીએ:
જનમના જોગીડા છઈએ.

સનમના પ્રેમસાગરની,
અમે ગેબી લહર છઈએ:
 
સનમના મસ્ત કાયમના,
જનમના જોગીડા છઈએ.


ફકીરી બાદશાહ છઈએઃ
ફકીરી બાદશાહ છઈએ.

અમે તો બાદશાહ છઈએ:
ફકીરી બાદશાહ છઈએ.