પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૬ ]


ના ! ના ! સનમ પંડિત નથી !
વેદાન્તી વા ફિલસૂફ નથી !
છે–છે બધું:પણ પ્રીતડી !
બસ પ્રીતડી મારી સનમ !

દુનિયાની ઈજ્જત આબરૂઃ
એને શું પહેરું? પાથરું?
સારી જહાંને શું કરું? -
તું રૂબરૂ હો ! મારી સનમ !

વહાલાં ન કો અળખામણાં:
પણ–આપણાં શમણાં ફળ્યાં:
દિલ દિલ, સનમ ! આપણ જડ્યાં !
રહેજો નિકટઃ મારી સનમ !

લાખો કરોડ વરસ વીત્યાં:
આપણ હતાં બે એકઠાં:
વિખૂટાં પડ્યાં: પાછાં જડ્યાં:
ફરીથી જુદાં:મારી સનમ !

દરિયાવદિલ મોતી ઝર્યા !
રે ઈશ્ક!–યા શું કરું બયાં?
જુગજુગ ભમ્યાં દિલનાવડાં:
તરવા પડ્યાં: મારી સનમ !

કૈંક લાખ જહાજ તૂટી ગયાં:
બચવા નવા મછવા મળ્યાં:
ભરપૂર સાગરિયે મળ્યાં:
આમીન ! અહો ! મારી સનમ !