પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૭ ]


તું માં ડૂબું છું હું: સનમ !
હુંમાં ડૂબે છે તું: સનમ !
આ વસ્લ ! સાગરિયે સનમ !
 કાયમ રહો ! મારી સનમ !

કૈં કૈં સિફત બોલત અગર જો હોત હું શાયર:
હું તો સનમ ! તારા, મગર, લબનું બનું સાગર.


રંગ અવધૂત

૭ર : નિજાનંદ


પ્રભુ પરખ્યા હૃદે જેણે, ફરે ભમતો જગે શાને?
પીધું આકંઠ અમૃત તે કરે કાંજી વૃથા શાને ? ટેક.

મળી વટવૃક્ષની છાયા, નિદ્રાદ્રાધે તાડ કાં ઢૂંઢે ?
ભર્યા કોઠાર રત્નોના ગૃહે, કાં પથ્થરો ફોડે ? પ્રભુ૦ ૧

ગૃહે સુરધેનુ કાં દોડે ગૃહોગૃહ તક્રને માટે?
વહે ગંગા નિજાંગણમાં, ભમે રુએ એ શા માટે? પ્રભુ૦ ૨

શરદપૂનમ તણી રાતે, અકર્મી આગિયો ખોળે?
થવા ઉજાસ અંગણમાં, બપોરે દીપ પ્રજ્વાળે ! પ્રભુ૦ ૩

ન શોધે મોર ચિતારો, કદી પિક 'રંગ' તંબૂરો;
કૃતાકૃતથી પરે બેસી, નિહાળે ખલ્કને રો રો ! પ્રભુ૦ ૪

ખુશામત માળીની કદી ના કરે વસંત વનમાળી !
નિજાનંદે ફરે વધૂત, દઈને મોતને તાળી! ! પ્રભુ૦ ૫