પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૯]


૭૪: ગઝલરૂપ !


વ્યથાઓ જીવનની અદા થઈ ગઈ;
અદાઓ તમારી બલા થઈ ગઈ.

વફાની ન ખાહિશ રહી છે હવે–
વફાઓ અમારી ખતા થઈ ગઈ.

તસલ્લી હતી દિલને તદબીરથી–
ઘડીભરની કિસ્મત ફના થઈ ગઈ.

વિરહની નવાજિશ થઈ પ્રેમમાં–
ખુશી જિંદગીથી ખફા થઈ ગઈ.

હૃદયની તમન્નાને દફનાવવા—
હજાર આફતો છે જમા થઈ ગઈ.

ભમે છે નિગાહો હવે ચોતરફ;
દિવાની અરેરે ! હયા થઈ ગઈ.

તિમિર કંઈ દીસે છે નજરમાં હવે;
વિરહ–રાત્રિઓ, શું ઉષા થઈ ગઈ.

નિહાળીને એને ગઝલ–રૂપમાં-
'ફકીર' જાન મારી ફિદા થઈ ગઈ.


૭૫ : પ્રકાશ દેજે !


રંગો વસંતના છે, મુજ દાગદાર દિલમાં,
પુષ્પો ખીલી રહ્યાં છે સુરભિપ્રસાર દિલમાં.