પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૨૬ ]


અયિ અદ્વિતીય રાસેશ્વરી ! અયિ સર્વોપરિ સુંદરી સનમ ! - તારા મુબારક કદમની પાક સુરખીથી પોતાના અંતરના આંગણને કાયમનું શણગારવામાં જ તારા ખરા ભક્તનું જીવન સાર્થક છે; તારાં સ્તુતિકીર્તનો વડે પોતાનું પવિત્રીકરણ કરીને તારી અનાદ્યનન્ત લીલા ગાયા કરવામાં જ તારા દીવાનાની જિન્દગીને કુલ ઉપયોગ છે. અયિ અખંડ સૌભાગ્યવંતી ! આબેહયાતની ખુદ મલિકા ! તારા અજાયબ જામમાં 'ફના' થઈ જવામાં જ મનુષ્યના તમામ પ્રયત્નોની સફળતા છે. તારું મધુરું પ્રેમનામ અમને સર્વને તારી ઈચ્છાનુસાર શાસક અને નિયામક હો !

અને ચાલુ સદીમાં તે લગભગ આખી આલમનાં કદમ ૐકારના એ પરમાત્મખેલનના અણછતા પણ ૫ણ આવાઝ તરફ વળેલાં છે. આપણા સંબંધની પાશ્ચાત્ય પ્રજામાં તેમ તેના સંબંધની બીજી પ્રજાઓમાં, આ ભારતવર્ષમાં તેમ ગુજરાતમાં પણ પ્રેમની બલિહારી બહુ બહુ પ્રકારે બોલાવા લાગી છે. ખરે, પ્રેમનાં પૂજારી હ્રદયોને આ હકીકત આશ્વાસન સાથે સંતોષ આપે તેવી તો છે.

પ્રેમધર્મનું શાસન જ માનવજાતિના જીવનનું મૂલતત્ત્વ છે; અને આત્માની એ પૂર્વસ્મૃતિ દરેક રાષ્ટ્રમાં પ્રેરિતોદ્વારા યુગે યુગે તાજી કરાવવામાં આવે છે. अयमात्मा परप्रेमास्पदम । એવું આત્માનું સ્વરૂપ સમજાવનાર અદ્વૈતવેદાન્તના એતદ્દેશીય વિવરણકાર, 'પ્રેમ એ જ પ્રભુ છે' એ સૂત્રને મૂલ શબ્દ તરીકે સ્વીકારનાર પાશ્ચાત્ય દ્રષ્ટા અને 'અનલહક્ક'નો બ્રહ્મમંત્ર પુકારનાર ઇસ્લામી મહાત્મા–એ બધાઓ જગતને પ્રેમધર્મનું જ અનુશાસન આપવાને ચાહે છે. 'દયાધર્મ' શીખવનાર ગૌતમ બુદ્ધ અને નવા જીવનને ગુહ્ય રહસ્યવાદ પ્રબોધનાર સ્વેડનબર્ગ પણ જગતને પ્રેમધર્મ જ આપે છે. ગૌતમની પ્રતિકૃતિ