પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૨૯ ]


આપણે વિચારી શકીએ. કવિ પ્રકૃતિમાં ખેલતું, પ્રકૃતિથી ખીલતું અને પ્રકૃતિને પોષતું પ્રાણી છે. આશક અથવા ભક્ત પ્રકૃતિને વશ વર્તનાર નહિ, પણ તેને જીતવાને મથનાર–તેની સામે થનાર છે; ઈલ્મ અગર અકલપરસ્તી એ કવિના અંતરંગમાં પ્રધાન છે; ઇશ્કપરસ્તી વગર આશકમાં બીજું તત્ત્વ વહેતું નથી. છતાં કવિતાને આત્મગાનના અર્થમાં જોઈએ તો પ્રેમભક્તિ ગાનાર હરેક આશક, કુદરતના આલંકારિક કલાવિધાયક કરતાં ઊંચા દરજજાનો શાયર અને ઉમદા જિન્દગાનીને આદમી છે ૐ.

પ્રેમી દયારામ કૃષ્ણના પરમ ભક્ત છે અને તેમનું હૃદય કૃષ્ણને વરી ચૂક્યું છે, તે પોતાને કૃષ્ણની 'ગોપી' માને છે અને પોતાના 'પતિ શ્રીકૃષ્ણ' એ તેમના સર્વોપરિ સ્નેહનું સ્થાન છે–જીવનનું અંતિમ પ્રાપ્તવ્ય છે.

ઉત્તર હિન્દમાં ઘણીકવાર યાત્રા કરેલી હોવાથી, દયારામને ઉર્દૂ અને હિન્દી સાહિત્યને સારો પરિચય થયેલો; તેમના હ્રદયોદગારમાં એ સાહિત્યની ઊંડી અસર સ્પષ્ટ જોવાય છે. કૃષ્ણને તે માશૂક, સનમ, મહેબૂબ અને દિલદાર એવાં સંબોધન કરે છે. એ પ્રેમી હૃદયના ઊભરા ગઝલમાં પણ છે:–

"લગી હૈ યાદ પ્રીતમકી, તલફકે જિયા જાવેગા:
"મુઝે સો કહો સૈયાં મેરી, મેરા જાની કબ આવેગા ?
"લગા મેરે કલેજે મેં ઇશ્ક કા જખ્મ તો ઝૂલ્મ !
"દર્દ મેરા મેહેરમ માલૂમ, આલમ સારા બેમાલૂમ હૈ!"


* * * *

"કહેગી કબ ઝબાં મેરી, દયાકા પ્રીતમ ઘર આયા હૈ?"

અને–

"એક ખૂબસૂરત ગભરુ ગુલઝાર સાંવરા !
"તારીફ કયા કરું ? હૈ સબ ભાતસેં ભલા !

ગ. ૯