પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૩૦]

"ઈસ બગરકી ડગરમેં મેરા ચિત્ત ચુરા ચલા !
"કહેતી થી સબ આલમ યે હૈ નન્દ કે લલા !”*


* * * *

"બૂઝતી જો ઐસા દર્દ, બિરહ હૈ બલા—
"તો મૈં ઉસી પલક જાય પકરતી પલા !
"મિલાઓ કોઈ મહબૂબ ! દુસરી ન હૈ સલા !
"દયા કે પ્રીતમ બિન મરૂંગી કાટકે ગલા !”

આ ભૈરવી પણ સાખી સાથે—

"તિહારી ચલી ચશ્મતલ્વાર ! ઘાયલ મોહે કર ડારી !
"લાગે તબ જાને નહીં, અહો રસિક નેનકે બાન !
"અબ તો હિચબિચ ગડી ગયેં, વાકૂં ખેંચત નિકસેં પ્રાન !
"તિહારી ચલી ચશ્મતલ્વાર !


"રૂપનગરકી બિચમેં ચલી ચશ્મતલ્વાર !
મૂરખ હૈ સે બચ ગયે ! ચાતુર ખાયે માર !

* * * *

"રસિક નેનકે બાનકી, અહો ! અજબ અનોખી રીત !
"દુશ્મનો પરસેં નહીં, વે તો મારે અપનો મીત
"તિહારી ચલી ચશ્મતલવાર !


* * * *

"અંગ અંગ પ્રત માધુરી નખશિખ છબિ અતોલ !
દયા કે પ્રીતમ ! તિહારી બાનક પર બીક ગઈ બિન મોલ !
તિહારી ચલી ચશ્મતલ્વાર ! ઘાયલ મોહે કર ડારી !”

દયારામની કવિતામાં પ્રેમભક્તિ અને પ્રેમજીવન ઓતપ્રોત છે, એ એમના હ્રદયોદ્‌ગારના તલસ્પર્શી અભ્યાસીને વિદિત છે. બેશક, પ્રેમના સાહિત્ય માટે ઘણીકવાર થાય છે, તેમ દયારામની કવિતા માટે પણ થયેલું છે. હકીકત એ છે કે, પ્રેમને હૃદયાન્તરને તત્ત્વતઃ અનુભવ સ્વીકારવાને બદલે જ્યારે શરીરનો