પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૩૩]

"મતલબકે ગરઝી આલમ, જાન કહલાતેં હૈ;
“દયા પ્રીતમ બેપર્વાહી બલિહાર કહલાતેં હૈ ”

આવા ચુનન્દા આશકને કવિ કહેવામાં શું અન્યાય સ્પષ્ટ નથી ? તે 'આશક' છે, બેશક.

ગઝલ શું છે ?

તેના મૂળ ઉત્પાદકો આપણને સૂચવે છે તે પ્રમાણે તે પ્રેમવાર્તા છે; તેના આંતરમાં ઊતરતાં પ્રતીત થાય છે કે, ગઝલ એ ગાણાનું નામ નથી પણ ખરી ગઝલ ગોયા ધર્મસ્તોત્રને સમરૂપ આત્મજ્ઞાન છે.

'મ–ફા–ઈ–લુન્–મ–ફા–ઈ–લુન્' એ માપની રચનાના છન્દને આપણે સામાન્ય રીતે ગઝલ તરીકે જાણીએ છીએ, પરંતુ 'મસ્ત બાલ' આપણને કહે છે કે 'ગઝલ' એ એક ગાણાનું નામ છે એવું સમજવામાં ભૂલ છે. તે ગાણાનું નામ નથી પણ 'કવિતાના વિષય સંબંધી સામાન્ય નામ છે અને છન્દનું નામ 'હઝ્ઝજ મુસમ્મન’ છે એ 'હઝ્ઝજ’ છન્દ જેને આપણે ખોટી રીતે ગઝલ કહીએ છીએ, તેની રચના માટે તે સૂચના કરે છે કે:–

'ફારસી પ્રમાણે ચાર ચાર અક્ષરી ચાર ગણ દરેક ચરણમાં આપવા જોઈએ. ગણપ્રમાણ: – ऽ ऽ ऽ (લ ગુ ગુ ગુ) છે. આપણા શાસ્ત્રની પ્રસ્તારપદ્ધતિ પ્રમાણે આ પ્રમાણેના સમપદ છંદનું પ્રમાણ આવે, પરંતુ છન્દશાસ્ત્રનો પ્રસ્તાર અત્યંત છે, એટલે નામ પડેલું ભાગ્યે હોય. આપણી વ્યક્ષરી રીત લાગુ કરતાં આ છંદનું પ્રમાણ નીચે પ્રમાણે આવશે:

– ऽ ऽ | ऽ – ऽ | ऽ ऽ | – ऽ ऽ | ऽ – ऽ | ऽ ऽ |
ય       | ર       | ગુ  ગુ | ય      | ર        | ગુ ગુ |

પ્રથમ બે પાદ અંત્યાનુપ્રાસવાળાં હોવાં જોઈએ; વળી બે પાદનો એક શ્લોક ગણાય છે તે પ્રમાણે દરેક શ્લોકનું બીજું