પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૩૪]

ચરણ પ્રથમ શ્લોકની સાથે અંત્યાનુપ્રાસવાળું હોવું જોઈએ. આવા પંદર શ્લોક (બયેત્) અગર તેથી ઓછાવત્તા લખવાને રિવાજ છે. ચરણમાં આઠ અક્ષરે યતિ હોય છે, જો કે યતિ વિષે ફારસી છંદશાસ્ત્રમાં વિવેચન મારા જોવામાં આવ્યું નથી. યતિ હોય તો વધારે સારું.'

પરંતુ ગઝલના શરીરની ઘટના અને તેના પોશાક તથા અલંકારનું—છંદની ઇબારત વગેરે ઉપયોગી બાબતોનું અભિજ્ઞાન આપણા સુપ્રસિદ્ધ વિદ્વાન મહાશય રા. રા. રણછોડભાઈ ઉદયરામે ‘ફારસી કાવ્યરચના' એ નામે જે લેખપ્રસાદ આપ્યો છે, તે દ્વારા આપણને થઈ શકશે. (જુઓ 'ગુજરાતી ગઝલિસ્તાન': પૃ. ૪૭)

ઈસ્લામી રિયાસતની સત્તા ભારતવર્ષ પર સ્થાપિત થયાને લીધે દેશના આંતરબાહ્ય સ્વરૂપમાં જે પલટો થયેલો તેમાં તેના વાઙ્મય સાહિત્ય પર પણ પરોક્ષ અને પ્રત્યક્ષ અસર થયેલી અને ગઝલ તેનું પણ પરિણામ છે.

છતાં, આપણે ગઝલનો પ્રાણ–તેનું આંતર શોધવાને પ્રવૃત્ત થઈએ, એ વધારે ગુણકારક છે – આત્મોપકારક છે.

અંતરંગમાં ગઝલનો સંબંધ ખાસ કરીને પ્રેમજીવન અને પ્રેમયોગ એ પ્રેમભક્તિના ધર્મપ્રવાહની સાથે છે, એ અસલ હકીકત જ્યાં સુધી યથાર્થ સ્વરૂપમાં–વિસ્તાર અને ઊંડાણથી સમજાય નહિ. ત્યાં સુધી ગઝલમાં પ્રસ્ફોટન પામેલા હૃદયોદ્દગાર પણ મૂળ રૂપમાં સમજાય નહિ એ દેખીતું છે.

'પ્રેમ એ જ પરમાત્મા છે' અને 'જાતે પ્રેમી થયા સિવાય પરમાત્મપ્રાપ્તિ સ્વાનુભવસિદ્ધ થતી નથી,’ એ નરસિંહ, મીરાં, દયારામ, કલાપી તેમજ બીજા મહાત્માઓના અનુભદ્ગારોનો ટૂંકામાં સાર છે. સિદ્ધાર્થ થવા ચાહનારે જીવનનો એ ઉદ્દેશ સ્વીકારવો જોઈએ, એવું પ્રેમી હૃદયોનું માનવું છે. પ્રેમભક્તિ-