પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૩૫]

દ્વારા પ્રભુપ્રાપ્તિના પ્રયાસો ભિન્ન ભિન્ન પ્રકારે જુદી જુદી પ્રજામાં થયેલા જાહેર છે; ખ્રિસ્તી પ્રજા પ્રેમસ્વરૂપ ઈસુને પ્રભુનું સમરૂપ સ્વીકારે છે અને ખરું ખ્રિસ્તી હૃદય પ્રભુ ખ્રિસ્તના શાશ્વત પ્રેમસ્વરૂપમાં, પ્રેમયોગ અને પ્રેમભક્તિદ્વારા લીન–વિલીન થઈ 'બલિ’ બને છે, અને પ્રભુમાં ભળે છે ભારતવર્ષમાં લાંબા કાળથી પ્રેમસ્વરૂપ શ્રીકૃષ્ણના ભક્તો તેમને પૂર્ણ पुरुष પુરુષ ગણે છે અને તેમના તરફના વ્રજની ગોપીઓના પ્રેમને પરમાત્મપ્રેમ માને છે.

ખ્રિસ્તનું કે કૃષ્ણનું સ્થૂલ શરીર આજે વિદ્યમાન નથી એ સ્પષ્ટ છે; છતાં, તેમની ભાવનામય મૂર્તિને કાલ્પનિક લક્ષ્ય (આઈડિયલ) તરીકે પરમપૂજય અને અનંત ઐશ્વર્યયુક્ત સ્વીકારી–પરમાત્મા ગણી–ભક્તોનાં કોમળ અને દિવ્ય શ્રદ્ધાથી યુકત હૃદયોએ પ્રમભક્તિ કરેલી છે–કરવામાં આવે છે. વૈષ્ણવસંપ્રદાયમાં તો શ્રીકૃષ્ણની ખુદ પરમેશ્વર તરીકે જ પ્રેમભક્તિ ધર્મ્ય ગણાય છે અને તે એટલે સુધી કે ખરો ભક્ત શ્રીકૃષ્ણ સિવાય ઇતર કોઈને 'પુરુષ'ની ભાવનાથી જોતો જ નથી. તે માને છે કે, બધી જ ગોપીઓ છે અને 'પતિ' તો પરમ पुरुष એક જ શ્રીકૃષ્ણ છે અને તેમને (એટલે સાક્ષાત્ પરમાત્માને) પામવાને દરેકે તેની ‘ગોપી' બનવું જ જોઈએ. કુષ્ણની 'ગોપી' બની જઈને જે એમની પ્રેમભક્તિ પૂર્ણ આસ્થાથી અને 'પોતાનું ભાન ભૂલી જઈને' કરે, તે જ કૃષ્ણમય–કૃષ્ણસ્વરૂપ થાય.

ભક્તિમૂર્તિ મીરાંબાઈની ધર્મભાવના આ પ્રકારની જ છે. તે પ્રેમસ્વરૂપ શ્રીકૃષ્ણની 'ગેાપી' છે અને હૃદયથી તેમને વરેલી છે—બીજા કોઈને તે 'પુરુષ' જોતી જ નથી; કૃષ્ણની ભાવનામૂર્તિ માં તેને પરમાત્માની આસ્થા અને ઝાંખી છે અને તેની સાથે તેના હૃદયની લગની લાગે છે–પ્રેમ જાગે છે અને આધિઉપાધિ તમામ તે ત્યાગે છે. પોતાના પ્રભુ ઈષ્ટ પતિ-પ્રેમસ્વરૂપ