પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૪૦]

ઇશ્કના ચુસ્ત આશકો લેખામાં ગણતા નથી, પણ અંદરના મુલ્ક તરફ તેમના હૃદયનો ઝોક હંમેશનો હોય છે.

પ્રેમભક્તિ અને પ્રેમયોગની લીનતાને રસ્તે આગળ વધતાં, સૂફીવાદ સિદ્ધાંતની બાબતમાં જીવ અને બ્રહ્મની એકતાના તત્ત્વવિચારને પ્રાધાન્ય આપે છે અને એ એકતાનો સ્વાભાનુભવ પામવાને આશક પોતામાં રહેલી દેહાત્મભાવનાઓને પરાસ્ત કરવાને હંમેશ જ મથતો હોય છે. વેદાન્તમાં જેને અભેદસાક્ષાત્કાર કહે છે, તેવો સ્વાનુભવ એ દરેક સૂફીનું અંતિમ પ્રાપ્તવ્ય હોય છે અને તેને માટે હૃદયની પાત્રતા પરત્વે દરેક પ્રવાસીને જુદા જુદા અનુભવો તેના આંતરમાં ક્રમાનુક્રમે થતા રહે છે. વેદાન્તની પરિભાષામાં બોલીએ, તો સર્વાતીતભાવ, સર્વરૂપભાવ અને નિષ્કઇંચનભાવ એ પ્રવાસી હૃદયના આ આત્માનુભવને ક્રમ છે. મુમુક્ષતા એટલે આર્ત જિજ્ઞાસાને હૃદયાન્તરમાં ઉદ્દભવ થયા વિના વસ્તુપ્રાપ્તિ માટે સાધકની પાત્રતા સ્વીકારાતી નથી, તેમ સૂફીવાદના ઇશ્કમાં પણ હૃદયની તમામ લાગણીઓનું એક જ કેન્દ્રમાં વહન વૃદ્ધિગત થયા વિના આશકનું જિગર કદાપિ લાયક થતું નથી. સૂફીવાદ પ્રેમને જ જગતનું ઉત્પત્તિકારણ અને નિર્વાહક તત્ત્વ માને છે અને છેવટે જ્ઞાનને પ્રેમથી અભિન્ન અનુભવે છે. આશક જાતે પ્રેમી બની જઈને પોતાનું તમામ વ્યક્તિત્વ (દેહાત્મભાવ) પ્રેમમાં (બ્રહ્મમાં) ગુમાવી દે છે. શબ્દાન્તરે કહીએ, તો તે પોતે પોતાને ભૂલી જવા માંડે છે અને જાતે પ્રેમ બનવા માંડે છે. પ્રેમની આ છેલ્લી સ્થિતિના જ્ઞાનને (હક-સત્ય ઉપરથી) 'હકીકત' કહે છે.

આશકના જિગરને માશૂકની જુદાઈનો સખ્ત 'ઝખ્મ' થયેલો હોય છે અને એવા 'ઝખ્મ'ની વેદના આપણને ભક્તિમૂર્તિ મીરાંબાઈએ પણ કહેલી છે. સ્વાભાવિક છે કે 'ઝખ્મ'ના 'દર્દી'નું ચિત્ત અનેક આકર્ષક વસ્તુઓ તરફ વાળવામાં આવે,