પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૪૪]

અને તેથી હૃદયને–આત્માને જે ઝાંખી હલાવે તેની ભક્તિ અને ઉપાસના બીજી સર્વ બાબતોને ભોગે તેમને મંજૂર છે. 'ફના-ફી–શેખ' એટલે ગુરુ, જેને તેઓની પરિભાષામાં 'સાકી' (એટલે પ્રેમનો મદિરા પાનાર) કહે છે, તેની સેવામાં સ્વાર્પણ કરવું.

બેશક હકીકતના અનુભવ સુધી આગળ વધેલા સૂફી મહાત્માઓનો સિદ્ધાંત એ જ છે કે, બધાઓ ગુરુઓ છે અને બધાઓ શિષ્યા છે. પરંતુ એવી આન્તરદશાનો સ્વાનુભવ થાય નહિ, ત્યાં સુધી તો પ્રેમનું જ્ઞાનામૃત પાનાર મહાત્માની લીનતા અને આસ્થાથી ભક્તિ કરવાનું સૂફી સન્તો આવશ્યક માને છે. એ ગુરૂભક્તિ તે માર્ટિન લ્યુથરના દંડને પાત્ર નહિ, પણ ધનંજયના કૃષ્ણ તરફના આદરનું સમરૂપ છે. 'ફના–ફી -રસૂલ' એટલે પયગમ્બરમાં પોતાપણું ગુમ કરી દેવું. ઉપરની બે સ્થિતિમાંથી પસાર થનાર આશક પયગંબરનાં વચનોને તેના સામાન્ય અર્થમાં સાધારણ જનસમાજની પેઠે નહિ, પણ મૂળ અર્થમાં સાંકેતિક રહસ્ય ઉકેલીને પોતામાં સ્પષ્ટ ઉકેલવાને પાત્ર થાય છે અને છેવટે તે 'ફના–ફીલ્લાહ' એટલે પ્રભુમાં સર્વસ્વસમર્પણ કરવાને પાત્ર થાય છે. તે આત્મામાં જીવે છે.

આ છેલ્લા 'હાલ'નો આત્માનુભવ થતાં સૂફી આશક જીવન્મુક્ત થાય છે. 'ब्रह्मविघ्नह्मैव भवति । એ તે અનુભવે છે. એવા મુક્તાત્મા તરીકે બાયઝિદ્દ, જુનૈદ, મનસૂર, અબુલ ખયૂર. જલાલુદ્દીન રૂમી વગેરે સૂફીઓ મશહૂર છે.

તે 'નવું–જીવન–બ્રહ્મજીવન' પામે છે. 'ફના' પછીની એ દશાને સૂફીની પરિભાષામાં 'બકા–બાદ-ઉલ્–ફના' કહે છે.

સૂફીવાદ એ સામાન્ય બાબત નથી, પણ ગંભીર સિદ્ધાંતોની ગૂઢ રહસ્યયુક્ત ધર્મભાવના છે, અને તેથી તેમનું