પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૪૫]


હૃદયગાન ઉકેલવામાં સાહિત્યના જ્ઞાન કરતાં સ્વાત્માનુભવ વધારે ઉપયોગી છે એ સ્પષ્ટ છે. પ્રભુને કાલ્પનિક આદર્શ મૂર્તિ (સનમ) કલ્પીને લખાયેલી પ્રેમધર્મની ગઝલોમાં તે પ્રત્યક્ષ ન છતાં, તેના ગાલની લાલી, તેના અધરની સુરખી, તેના કદમની મેંદી, ચુંબનવ્યવહાર, તેનું શરાબી જામ, તેને મેળાપ કરાવી આપનાર સાકીનું શરાબખાનું વગેરે વખતોવખત આવે છે. સૂફીઓ જણાવે છે કે આ સઘળા શબ્દો અમુક પરિભાષાના છે. અને તેનો અર્થ અતિશય ગૂઢ છે– કેટલાકોએ તો આવા ગૂઢ શબ્દોને એક જુદો જ શબ્દકોષ તૈયાર કરેલો છે. એમાં જણાવ્યા મુજબ 'નિદ્રા' શબ્દનો અર્થ ધ્યાનલીનતા-સમાધિ છે; 'ખુશબો' એટલે 'સનમની મીઠી નજર' છે, શરાબનો અર્થ 'પ્રેમની ઉન્મત્તતા' છે; 'ચુંબન'નો અર્થ ‘સનમની નિકટતાનો છે; 'સાકી' એટલે ગુરુ; 'અધરરસ’ એટલે અપરોક્ષાનુભવની ઝાંખી; 'ગાલની લાલી' એટલે 'પ્રભુના સૌન્દર્યનું–તેની પ્રેમકૃપાનું અનુભવ-દર્શન' અને 'વાયુલહરી' એટલે 'પ્રભુની પ્રેમકૃપાનો સુંદર પ્રવાહ' એ પ્રમાણે સમજવામાં આવે છે; છતાં, બધા સૂફીઓ આ પારિભાષિક શબ્દો અમુક એકસરખા અર્થમાં જ વાપરે, એવો કશો નિયમ નથી. ઉદાહરણ તરીકે 'શરાબી જામ' નો અર્થ કેટલેક પ્રસંગે 'આખું વિશ્વ' એવો કરવામાં આવ્યો છે. કેટલેક પ્રસંગે 'આશકનું દિલ' એવો કરવામાં આવ્યા છે અને કેટલેક પ્રસંગે 'પ્રભુની કૃપા' એવો પણ કરવામાં આવ્યો છે. ધ્યેય સ્વરૂપબ્રહ્મની કાલ્પનિક મૂર્તિ હોવાથી તેના સૌન્દર્યના, તેના પ્રેમના અને પ્રવાસીને તેના માર્ગમાં અનુકૂળતા અને ઉત્તેજન આપનારા હરકોઈ પ્રેમભંજક શબ્દો, ગમે તે ભાવાર્થમાં વાપરવામાં આવે તો પણ તેથી અર્થવિપર્યય થવાનો ઓછો જ સંભવ છે.

સૂફીવાદની ઉત્પત્તિ કુરાને શરીફમાંથી થયેલી મનાય છે,