પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૪૭]

લગની લાગવી એ બહુ વિરલ છે. કશા પણ હેતુ વગર કોઈ કોઈને ચાહે—હૃદયાર્પણ કરી દે એ ઐહિક જગતની વ્યાવહારિક નિયત્રંણામાં તો બનવું બહુ મુશ્કેલ છે. અલબત્ત, અહેતુક સ્નેહનાં ભવ્ય અને જ્વલંત દ્રષ્ટાંત થોડાંક તો હરકોઈ પ્રજાના વાઙ્‌મય સાહિત્યમાં કાયમની સુરખીથી લખાયેલાં પ્રકાશિત છે. યુસૂફ-સુલેખા, શીરીં–ફરહાદ, લયલા-મજનૂ અને વામક-ઉઝરાના દાખલા ફારસી તથા ઉર્દૂ સાહિત્યમાં જાણીતા છે. અલબત્ત તેઓ બધાં પૂર્ણતાના અનુભવી નથી, પણ પરમપ્રેમયોગી છે-માનવપ્રેમ (ઇક મિઝાજી) મારફત ઈશ્વરી પ્રેમ (ઇશ્ક હકીકી) પામનારાં છે અને આ તુફાની ભવસાગરમાં આપણી ડગમગતી કિસ્તીઓને દીવાદાંડી મિસાલે દિલાસા સાથે દિશા બતાવનારાં છે, પરંતુ તેમના જેવું હૃદયાકર્ષણ થવું એ હરેકને સુસાધ્ય નથી. જે હૃદયને અલોકિક પ્રેમનું દર્શન થયેલું છે, તેની આન્તરદશા ખરેખર અદ્‌ભુત જ હોય છે. તે બીજા કશાથી કદાપિ પણ લેપાતું નથી જ. એવા દિવ્ય દર્શન સિવાયનો વ્યક્તિ તરફના પ્રેમનો તરફડાટ તે પ્રેમ નહિ પણ માયા જ છે, અને સ્વાભાવિક રીતે થવું જોઈએ તે પ્રમાણે તે ચિરસ્થાયી ટકતો નથી અને હૃદયવૃત્તિ છેવટે તે પ્રભુ તરફ વળે છે.

સૂફીવાદ માને છે કે, પ્રેમબ્રહ્મ સચરાચર વ્યાપ્ત છે અને તેનું વિરાટ સ્વરૂપ જોવું, પૂજવું અને છેવટે તેમાં લીન થઈને ગુમ થઈ જવું, એ જ આ શરીરધારણનો મહાન હેતુ છે. 'ઈશ્ક હકીકી' અને 'ઇક મિઝાજી' એવા બે ભેદ યદ્યપિ હૃદયના પ્રેમપ્રવાસની ગતિ પિછાનવાને પાડવામાં આવ્યા છે, તથાપિ વસ્તુતાએ તો એનો પ્રવાહ એક જ છે. શાહજાદો મજનૂ–જે પ્રેમમૂર્તિ લયલામાં પ્રભુદર્શન પામે છે અને તેના સ્મરણ અને તપમાં ઝાડ સાથે ઝાડ બની જાય છે, તે મજનૂ જોગીના ઇશ્કને વિવેચકો 'ઇશ્ક મિઝાજી'ના વર્ગમાં મૂકે, તોપણ સ્પષ્ટ છે કે,